પૂજ્ય સંતશ્રી ગુરૂહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દુ:ખદ નિધન પર ભાવનગરના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શ્રીમતિ ડો.ભારતીબેન ધીરૂભાઇ શિયાળ દ્વારા શોક વ્યક્ત કર્યો. પરમકૃપાળુ ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ અર્પે અને તેમના અનુયાયીઓ,સ્વામીનારાયણ સમ્પ્ર યના સંતો અને ભક્તોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે
:-ડો.ભારતીબેન શિયાળ
આજરોજ તા.27-07-2021ના સ્વામીનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંતશ્રી ગુરૂહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી મહારાજ(સીખડા)ના બ્રહ્મલીન થયા છે. તેમના દુ:ખદ નિધન પર રાષ્ટ્રીય ઉપપ્રમુખ શ્રીમતિડો.ભારતીબેન શિયાળ દ્વારા શોક વ્યક્ત કર્યો તેમજ પરમકૃપાળુ ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ અર્પે અને તેમનાં અનુચાયીઓ, સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરી હતી. ભારતીય સંસ્કૃતિને સ્વાઓમાં જીવંત રાખનાર સંતશ્રી ગુરૂહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી મહારાજ(સોખડા)ના બ્રહ્મલીન થવાના સમાચારથી ખુબજ દુ:ખ અનુભવું છું.આધ્યાત્મિક જગતને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.પૂ. સ્વામી જીના સેવાકીય અને લોકોને સંસ્કારીત અભિય બનાવવાના કાર્યોની સુવાસ સર્વે હરિભક્તોને હંમેશા જીવનની નવી રાહ ચિંધશે.ભગવાન સ્વામીનારાયણ સર્વે હરિભક્તોને આ અસહ્ય દુ:ખ સહન કરવાની શક્તિ આપે. પૂજય સ્વામીજીને નતમસ્તક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ૐ શાંતિ… ૐ શાંતિ… ૐ શાંતિ…
Anand chauhan


