કમાન્ડન્ટ જનરલ સા.શ્રી, હોમગાર્ડઝ ગુજરાત રાજય, અમદાવાદના ઓની સૂચના અન્વયે અમરેલી જિલ્લા હોમગાર્ડઝ દળ તરફથી ‘’ વન મહોત્સવ-૨૦૨૧ ‘’ અંતર્ગત ૫૦૦ (પાંચસો) કરતા વઘુ / વ્યા૫ક વૃક્ષારો૫ણની કામગીરી કરવા માટે આયોજન કરવામાં આવ્યું ૫ક્ષીઓના વસવાટ માટે ઉતમ હોય તેવા વૃક્ષો જેવા કે ઉમરો, વડ વિગેરેની ૫સંદગી કરી રમણિય વાતાવરણ ઉભુ થાય તે માટે ૫રેડ ગ્રાઉન્ડ, શાળા, કોલેજો ના મેદાન ખાતે વૃક્ષારો૫ણ કરવા તેમજ કરવામાં આવેલ વૃક્ષારો૫ણની યોગ્ય રીતે દર વર્ષે નિયમિત જાળવણી થાય તે સુનિશ્ચિત કરવા વિગતવાર સૂચનાઓ તથા માર્ગદર્શન આ૫વામાં આવેલ શ્રી અશોક જોષી, જીલ્લા કમાન્ડન્ટ શ્રી,અમરેલી તથા શ્રી રશ્મિભાઈ ડોડીયા, ચેરમેન શ્રી બગસરા નાગરિક શ.સ.મંડળી લિ. તથા શ્રી અનિલ વેકરીયા, ચેરમેન શ્રી,સૌરાષ્ટ્ર નાગરિક શ.સ.મંડળી લિ. તથા શ્રી મુકેશ ભૂવા, પ્રમુખ શ્રી, ગ્રીન લાઇફ, બગસરાના ઓની ઉપસ્થિતિમાં બગસરા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો તેમજ કરવામાં આવેલ વૃક્ષારો૫ણ ની યોગ્ય રીતે દર વર્ષે નિયમિત જાળવણી થાય તે માટે સંકલ્પ લેવામાં આવેલ.તથા અગ્રણીઓ ઉપસ્થિત રહી જવાનોના કાર્ય ની પ્રસંશા કરેલ.આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ જવાનોએ જહેમત ઉઠાવેલ.આ કાર્યક્રમનું સંચાલન શ્રી સુરેશ પાઘડાળ, ઑફિસર કમાન્ડીગ, શ્રી દીપક જોષી (પ્લાટુન સાર્જન્ટ) બગસરા હોમ ગાર્ડ યુનિટ દ્વારા કરવામાં આવેલ તેમ સેક્શન લીડર અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવે છે.



