ભાગ્યલક્ષ્મી ટ્રસ્ટ ના ચેરમેન પુર્વમંત્રી હકુભાના નેજા હેઠળ ભવ્ય આયોજન
જામનગર (ભરત ભોગાયતા)
છોટીકાશીનું બીરુદ ધરાવતા જામનગરમાં વર્ષોની પરંપરા મુજબ શ્રી ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ શ્રેષ્ઠ ગણપતિ મહોત્સવ ૨૦૨૧ના સન્માનીત કાર્યક્રમમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંત શ્રી ચત્રભુજદાસજી એ સંબોધન કરતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની સમાજ સેવાને બીરદાવી હતી અને વરસાદી વાતાવરણની જેમ ધર્મનું વાતાવરણ પણ ઉભું કરવાનું કામ ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ રહયું છે. જામનગરમાં ગુર્જર સુથાર જ્ઞાતિના વિશ્વકર્મા ભવન ખાતે ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રેષ્ઠ ગણપતિ મહોત્સવ ૨૦૨૧ના સન્માનીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી ગણપતિ મંડળોને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વોર્ડનં. ૧ થી ૩ અને વોર્ડનં. ૪ અને ૧૦માં ૭૧ કુલ ગણપતિ મહોત્સવનું આયોજન જુદા-જુદા મંડળો દ્વારા થાય છે ત્યારે આ ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોત્સાહન પુરુ પાડવા માટે આ સ્પર્ધામાં નિર્ણાયકો દ્વારા પ્રથમ, દ્વિતિય અને તૃતિયના વિજેતા થનારને સન્માનીત કરવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગણેશ ભકતો અને ભાવિકો વરસાદી વાતાવરણ વચ્ચે પણ ઉપસ્થિત રહયાં હતા. આ કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોનું સ્વાગત પુર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓએ સંસ્થાની પ્રવૃતિનો ચિતાર આપ્યો હતો ત્યારબાદ પૂર્વ રાહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચાએ સંસ્થાના પ્રમુખ એવા ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રવૃતિને બિરદાવતા જણાવ્યું હતું કે ભારત દેશ સંસ્કૃતિની ભૂમિ છે દેશમાં ૩૬૫ દિવસ કોઈને કોઈ ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે જેમાં ગણેશ મહોત્સવનું વિશેષ મહત્વ ગણાવ્યું હતું. ત્યારબાદ પુર્વ મેયર દિનેશભાઈ પટેલે તેમજ નોબતના તંત્રી પ્રદિપભાઈ માધવાણીએ ધારાસભ્ય અને ટ્રસ્ટની પ્રવૃતિને બિરદાવી હતી. જામનગરના પ્રથમ નાગરિક એવા બિનાબેન કોઠારીએ ગણપતિ મહોત્સવના સન્માનની સાથે–સાથે જૈન સમાજના તપસ્વીઓના સન્માનના કાર્યક્રમને બિરદાવ્યો હતો અને ટ્રસ્ટની પ્રવૃતિને આવકારી હતી. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષભાઈ કટારીયાએ ગણપતિ મહોત્સવને સમાજ માટે સંગઠીત બનવાના કાર્યક્રમ ગણાવ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ તેની આગવી શૈલીમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ અને તેમના ચેરમેન દ્વારા અનેક વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. સાથેસાથે શિક્ષણ અને ધર્મને સાથે જોડી વિવિધ પ્રવૃતિ દ્વારા સમાજસેવાના કાર્યો કરવા બદલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)ને બિરદાવ્યાં હતા. આ પ્રસંગ પૂર્વ સરકારી વિકલ અને પટેલ સમાજના આગેવાન દિનેશભાઈ વિરાણીએ ધર્મેન્દ્રસિંહ જાડેજા(હભા)ના કાર્યોને તેમજ તેના ટ્રસ્ટ દ્વારા થતી પ્રવૃતિને આવકારી હતી અને ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ને પ્રજા માટે ૧૦૮ની જેમ સેવા કરવા બદલ અભિનંદન આપ્યાં હતા. ગણપતિ મહોત્સવના સન્માનિત ૨૦૨૧ના કાર્યક્રમમાં પધારેલા સ્વામીનારાયણ સંપ્રાદાયના સંત શ્રી ચત્રભુજદાસજીએ સંબોધન કરતા જણાવ્યું હતું સેવાભાવી અને સરળ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને ગણાવ્યાં હતા. રાતા અને સંપતિ મળ્યાં પછી પણ સરળતા જીવનમાં જોવા મળી છે તેઓએ હકુભાની જીવન પધ્ધતિને બિરદાવી હતી. તેઓએ વિશેષમાં એવી પણ ગણપતિ મહારાજને પ્રાર્થના કરી હતી કે આવા સરળ અને સમાજ સેવાના ભેખધારી ધારાસભ્ય અમને આપતા રહે. તેઓએ આગવી શૈલીમાં વરસાદી વાતાવરણની જેમ ધાર્મિક વાતાવરણ બનાવાનું કામ આ ટ્રસ્ટ દ્વારા થઈ રહયું છે.ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ જણાવ્યું હતું કે વિઘ્નહર્તા એવા ગણેશ મહારાજને પ્રાર્થના કરીએ કે આ દેશ ઉપરથી કોરોનાની ત્રીજી લહેરની આફત દુર થાય, તેઓએ ગણપતિ મહોત્સવમાં આયોજન કરનાર તમામ મંડળોના આગેવાનો કાર્યકરોને બિરદાવ્યાં હતા અને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આપ આપના બાળકોને શિક્ષણની પ્રવૃત્તિથી સતત જોડજો. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રવિણસિંહ કે. જાડેજાએ કર્યું હતું.આ પ્રસંગે જામનગર શહેરના જુદા જુદા સમાજના તથા જુદી જુદી સંસ્થાઓના આગેવાનો શાસકપક્ષના નેતા સમબેન પંડયા, ખબર ગુજરાત દૈનિકના તંત્રી વિપુલાઈ કોટક, મેનેજીંગ તંત્રી નિલેષભાઈ ઉદાણી, જયેશભાઈ મારફતીયા, ધીરૂભાઈ કારીયા, જામનગર શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ બાભંણીયા, વિજયસિંહ જેઠવા, મંત્રી પરેશભાઈ દોમડીયા, દિલિપસિંહ ખેંચવા, ભાવીશાબેન ધોળકીયા, દયાબેન. જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, કૃપાબેન ભારાઈ, સુભાષભાઈ જોષી, પરાગભાઈ પટેલ, અલ્કાબા જાડેજા, પન્નાબેન કટારીયા, કેસુભાઈ માડમ, પૃથ્વીરાજસિંહ ઝાલા, પાર્થભાઈ જેઠવા, મુકેશભાઈ માતંગ, ક્રિષ્નાબેન સોઢા, મહિલા મોરચાના પ્રમુખ રિટાબેન જોરંગીયા, યુવા મોરચા પ્રમુખ દિલિપસિંહ જાડેજા, કિશાન મોરચા પ્રમુખ અશ્વિનભાઈ તાળા, નારી શિકત ગ્રુપ પ્રજ્ઞાબા સોઢા, નિતાબેન દેસાણી, વર્ષાબેન રાઠોડ, ઉષાબા ચાવડા, વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશભાઈ ભટ્ટ, નરેનભાઈ ગઢવી, અકબરભાઈ કક્ક્સ, વિજયસિંહ ગોહિલ, રાજુભાઈ નાનાણી, પૂર્વ કોર્પોરેટર અનવરભાઈ સંઘાર, ઉમરભાઈ ગમડીયા, અનલિભાઈ બાબરીયા, ભરતસિંહ જાડેજા, સી.એમ. જાડેજા, દિલિપમામા, દિપકભાઈ વાછાણી, કે.જી. નખરા, પી.ડી.રાયજાદા, દિલિપસિંહ જેઠવા, જગતભાઈ રાવલ, ચિરાગભાઈ પંડયા, દિલિપભાઈ ધ્રુવ, પ્રવિણસિંહ કે. જાડેજા, દલપતસિંહ પરમાર, પ્રઘમનસિંહ જાડેજા, દિનેશભાઈ માલધારી, વિનય જાની ઉપસ્થિત રહયાં હતા. હોવાનુ ધર્મેન્દ્રસિંહ જાડેજા( હકુભા) ના માર્ગદર્શન હેઠળ અહેવાલ બનાવતા પ્રવિણસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ.


