રિપોર્ટ…. ડેવિડ પટેલ.
અમદાવાદ અને ગાંધીનગર જીલ્લાના સુમસામ સ્થળો પર આવેલા મંદિરોને ટાર્ગેટ બનાવી ચોરી-લુંટ ચલાવતી ખુંખાર હઠીલા ગેંગ પોલીસના સકંજામાં આવી છે.અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે હઠીલા ગેંગના સુત્રધાર અને સાગરીત સહિત ચાર તસ્કરની ધરપકડ કરી પુછપરછ કરતાં ચોંકાવનારી બાબતો બહાર આવી હતી.ગેંગએ ત્રણ માસમાં છ મંદિરને ટાર્ગેટ બનાવી હોવાની કબુલાત કરી હતી.
તા.-8-10-2021ની રાત્રે અમદાવાદ જીલ્લાના સાણંદ પાસેના ઉમિયા માતાજીના મંદિરના ઘુમ્મટ નીચે ગાદલું નાખીને નવઘણભાઈ વાઘેલા નિન્દ્રાધિન થયા હતા.મધરાત્રે અચાનક મંદિરની દાનપેટી તુટવાનો અવાજ આવતાં જ નવઘણભાઈ સફાળા જાગીને ઉભા થઈ ગયા હતા.પાંચ શખસ મંદિરની દાનપેટી તોડી રહ્યા હોવાનું દ્રશ્ય િહાળ્યું હતું.નવઘણભાઈ કઈંપણ સમજે કે વિચારે તે પહેલાં જ ત્રણ શખસ તેમની પાસે આવ્યા હતા.એક શખસે તેની પાસેના લોખંડના સળીયાથી નવઘણભાઈના માથાના ભાગે પ્રહાર કરતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.દાનપેટી માંથી રુપીયની ચોરી કર્યા બાદ પાંચ શખસ તેમને ઢસડીને મહાદેવના મંદિરની ગેલેરીમાં લઈ ગયા હતા.જ્યાં નવઘણભાઈના ખીસામાં રહેલા રુપીયા 5 હજારની રોકડ રકમ અને મોબાઈલ ફોનની લુંટ ચલાવી હતી.આ અંગે સામંદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
અમદાવાદ જીલ્લા એલસીબી ટીમના પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ ચુડાસમા અને હિતેન્દ્રસિંહ ચૌહાણને બાતમી મળીી હતી કે મંદિરમાં ચોરી લુંટ ચલાવતી ખુંખાર ગેંગના સુત્રધાર અને સાગરીતો હાથીજણ સર્કલ પર આવવાના છે.
જેના આધારે એલસીબી ટીમે વોચ ગાઠવી હતી.આ દરમિયાન ચાર શંકાસ્પદ શખસ આવતાં જ ઝડપી લીધા હતા.મંદિરોને ટાર્ગેટ બનાવી ચોરી-લુંટ ચલાવતી ખુંખાર હઠીલા ગેંગનો મુખ્ય સુત્રધાર કાળુ કરણસિંગ હઠીલા(રહે,જાંબુવા,એમપી),કેવન કરણસિંહ હઠીલા(રહે,જાંબુવા,એમપી),હરેશ તેરસિંહ હઠીલા(રહે,જામ્બા,દાહોદ)અને પ્રવિણ તેરસિંહ હઠીલા(રહે,જામ્બા,દાહોદ)ની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી.જ્યારે નાસતા ફરતા દિલિપ હઠીલા અને બદીયા હઠીલાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
ચાર શખસે ચોંકાવનારી કબુલાક કરી હતી કે તેમણે ઉમિયા માતાજીના મંદિરમાં ચોરી લુંટ ચલાવી હતી.તે પહેલાં વિરોચનનગર કાતેના જૈન દહેરાસરમાંથી દાનપેટીની ચોરી કરી હતી,મંદિર બહાર જતા રાહદારીને અટકાવી તેની પાસેના મોબાઈલ ફોનની લુંટ ચલાવી હતી.તે પહેલાં ઈયાવા ગામના મંદિરમાંથી માતાજીના બે છત્ર,મુગટ અને હારની ચોરી કરી હતી.તે પહેલાં અડાલજના શનીદેવ મંદિરમાંથી પણ દાનપેટીની ચોરી કરી હતી.તેના થોડા દિવસ પહેલાં પાનસર ગામના જૈન દહેરાસરમાં ત્રાટકી દાનપેટીની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો,પણ તેમાં સફળતા મળી ન હતી.તે અગાઉ વડસર ગામના મંદિરમાંથી પણ દાનપેટી તથા એમ્પ્લિપાયરની ચોરી કરી હતી.
મંદિરને ટાર્ગેટ બનાવતી ગેંગનો સુત્રધાર દિવસે દર્શન કરવાના બહાને મંદિરમાં જતો હતો.દાનપેટીમાં રુપીયાનો સિક્કો નાખ દાનપેટી ખાલી છે કે ભરેલી.તેનું ચોક્કસ અનુમાન કરતો હતો.તે સમયે જ મંદિરમાં ત્રાટકવા માટે નક્કી કરતો હતો.તે પછી સાગરીતોને રાત્રે લાવીને ચોરી-લુંટને અંજામ આપતો હતો.




