કોરોનાના 425 મૃતકના અંતિમ સંસ્કાર કરનાર ઉદ્યોગપતિને દંડીય વંદન. – સાધુસંતના આશિર્વાદ બ્રહ્મ વાક્ય બન્યું-સ્મશાનમાં જ વૈરાગ્ય જાગ્યો.

રીપોર્ટ… ડેવિડ પટેલ.

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોવીડ-19 ના મ્રુતકોની લાશોને લોહીના સંબંધ ધરાવતા પરિવારજનો જ ત્યજી દઈ ફરાર થઈ જતા હતા…લોકોના માનશમાં મોતનો ભયાનક ખોફનાક ડર છવાયો હતો…તેવા સમયે RSS ના સમર્પિત કાર્યકર અને જાણીતા ઉધ્યોગપતિએ સ્મશાનમાં પહોંચી 425 જેટલા કોરોનાના મ્રુતકોના અંતિમ સંસ્કાર કરી રાષ્ટ્રભાવનાને ઉજાગર કરી હતી.આશ્ચર્યની વાત એ છે કે ઉધ્યોગપતિએ લાશોના ઝડપથી નિકાલ માટે સ્મશાનની પણ સ્થાપના કરી હતી.જે સમયે એક સંતે હ્રદયપુર્વક આપેલા આશિર્વાદ બ્રહ્મ વાક્ય બની ગયું હતું.સ્મશાનમાં અજાણ્યા લોકોના અંતિમ સંસ્કાર કરવાની સેવા દરમિયાન વૈરાગ્ય ફમ જાગ્યો હતો અને કુદરતના રહસ્યોની પણ અલૌકિક અનુભુતી થઈ હતી.

કોણ છે રાષ્ટ્રની સેવામાં સમર્પિત યોગેશ્વર પાંચાણી ?
રાજકોટના નાના મહુવા રોડ પર રહેતા યોગેશ્વર પાંચાણી રુની ગાંસડીઓનો પ્રતિષ્ઠિત વેપારી અને ઉધ્યોગપતિ છે.તેમના પિતા ચંન્દ્રકાંતભાઈ અને માતા મંજુલાબેન નિવ્રુત્ત શિક્ષક-શિક્ષિકા છે,તેમના પરિવારમાં પત્નિ ચાર્મીબેન પુત્રીઓ નીરા અને રામી છે.યોગેશ્વરભાઈ બાળપણથી જ રાષ્ટ્રભાવનાથી કેળવાયેલા છે.તેઓ રામક્રુષ્ણનગર ખાતે ચાલતી RSS ની શાખામાં નિયમીત રીતે જાય છે.કોરોના કાળમાં લોકોના મોતની ઘટનાઓ સતત વધી રહી હતી.આથી RSS એ તેમને સ્માશાનમાં સેવા આપવા તથા મ્રુતકોના પરિવારજનોને મદદ કરવા આદેશ કર્યો હતો.

સમર્પિત થઈને શરુ કર્યો સ્મશાનમાં સેવા યજ્ઞ
કોરોનાએ ભયાનક હાહાકાર મચાવી દીધો હતો…હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે જગ્યા ખુટતી હતી…દર્દીઓ ઓક્સિઝન વગર તરફડીયા મારીને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા હતા…દવાઓ ખુટી પડી હતી….લોહીના સંબંધો ધરાવતી પરિવારજનો પરિવારના સભ્યને છોડી ભાગી જતા હતા….મ્રુતકોની સંખ્યા સતત વધી રહી હતી….મ્રુતદેહોનો ખડકલો સતત મોટો થઈ રહ્યો હતો…તેવા સમયે યોગેશ્વરભાઈ અને ટીમના સભ્યો બે સ્મશાનમાં કોરોનાના મ્રુતકોના અંતિમ સંસ્કાર કરવાના યજ્ઞમાં વ્યસ્ત હતા.

વાગુદડનાં સ્મશાન ઉભું કર્યું
બે સ્મશાનમાં મ્રુકતોના અંતિમ સંસ્કાર કરવાની કામગીરી સતત ચાલતી હોવા છતાં ડેડબોડીનો ટ્રાફિક સતત વ્યસ્ત બની રહ્યો હતો.આથી યોગેશ્વરભાઈ અને ટીમે વાગુદડ પાસે સ્મશાન ઉભું કરવાનો સંપલ્ક કર્યો.તે સમયના જીલ્લા કલેક્ટરે તુરત જ આદેશ કર્યો.જેના પરિણામે ગણતરીના દિવસોમાં જ અંતિમ સંસ્કાર કરવા માટે 14 લોખંડના ખાટલા તૈયાર કર્યા.

સાધુના આશિર્વાદ બ્રહ્મ વાક્ય બન્યું
વાગુદડમાં જે સ્થળે સ્માશાન ઉભું કરવાનો નિર્ણય કરાયો હતો.તે જમીન પર યોગેશ્વરભાઈ રોકડ રામ તરીકે ઓળખાતા સાધુને લઈ ગયા.જમીન પર પગ મુકતાં જ સાધુએ આશિર્વાદ આપ્યા કે સેવા યજ્ઞ ચાલુ રાખજો,તમારું પણ ધ્યાન રાખજો,તમને કઈં નહીં થાય.

પરિવારમાં થયો ઉગ્ર ઝઘડો
કોરોના કાળમાં દરેક લોકોના માનશમાં ભયાનક કોફનાક ડર છવાયો હતો.યોગેશ્વરભાઈના પત્નિ,પુત્રીઓ અને માતાપિતા જાણતા હતા કે તેમનો પુત્ર રાષ્ટ્રભાવના ધરાવે છે,તે સેવા કાર્યો માટે સમર્પિત છે.પણ તેમને એ વાતની ખબર ન હતી કે યોગેશ્વરભાઈ સ્મશાનમાં અંતિમ સંસ્કારની સેવા કરે છે.કેટલાક લોકોએ તેમના પત્નિ અને માતાપિતાને સ્માશાનમાં કરાતી સેવા અંગે માહિતી આપતાં જ પરિવારજનો ધ્રુજી ઉઠ્યા.રાત્રે યોગેશ્વરભાઈ ઘરે આવતાં જ પરિવારજનોએ રીતસરનો ઉગ્ર ઝઘડો કર્યો હતો.આ અંગે યોગેશ્વરભાઈ કહે છે કે જો હું ઘરે કહું તો મને સેવા કરવા ન જવા દેત.પરિવારજનોને ચિંતા થાય એટલે ઝઘડો કરે તે સ્વાભાવીક છે,પણ મેં તે સમયે મૌન ધારણ કરતાં ઉગ્ર ઝઘડો થોડી જ ક્ષણોમાં શાંત થઈ ગયો.

તાવ કેવો ને કોરોના કેવો ?
સ્મશાનમાં મ્રુતકોના અંતિમ સંસ્કાર અંગે તેઓ કહે છે કે માત્ર મોંઢા પર માસ્ક પહેરીને 350 લાશોના અંતિમ સંસ્કાર કર્યા.બાકીના અંતિમ સંસ્કાર સમયે પીપીઈ કીટ પહેરી હતી.એક સમયે મને તોડો તાવ આવ્યો હતોપણ ડો.હિરેન જોષીએ આપેલી પેરોસીટામોલની એક જ ટેબ્લેટ લેતાં તાવ ગાયબ થઈ ગયો.રોકડ રામ મહારાજના આશિર્વાદ બ્રહ્મ વાક્ય બન્યું. કોરોના મારાથી દુર રહ્યો.

કરુણ દ્રશ્ય નિહાળી રડી પડ્યા યોગેશ્વર પાંચાણી
સ્મશાનમાં એક બંગાળી યુવાન સ્કુટર લઈને આવ્યો.પાછળ આવેલી એમ્બ્યુલન્સમાં તેની માતાની લાશ હતી.લાશને ખાટલા પર મુકી.તે સમયે યુવાને આજીજી કરી કે મારી માતાને લાલ સાડી અને બ્લાઉઝ પહેરાવો.મે મારી પાસેની કાતર વડે પીપીઈ કીટ કાપી લાશ પર સાડી અને બ્લાઉઝ મુકી અંતિમ સંસ્કાર કર્યા.તે સમયે જ યુવાન મારા પગમાં પડી ગયો…તે ચોંધાર આંસુંએ રડ્યો… હ્રદયદ્રાવક દ્રશ્ય નિહાળી હું પણ રડી પડ્યો.બે યુવતી તેમના પિતાની લાશ લઈને આવી.તેમણે વિનંતી કરી કે પપ્પાને ચંદનનો લેપ કરો.મેં કાતર વડે પીપીઈ કીટ કાપી ચહેરો ખુલ્લો કર્યો અને ચંદન લગાવ્યુ.તે દ્રશ્ય પણ કરુણ અને હ્રદયદ્રાવક હતું.એકવાર એક યુવાને કહ્યું કે તમે એકાઉન્ટ નંબર આપો હું તમને રકમ ટ્રાન્સફર કરાવું.મેં કહ્યું કે અમને પૈસાની જરુર નથી.ત્યારે તે યુવાન પણ ગદ્દગદીત થઈ ગયો.

સ્માશાનમાં જાગ્યો વૈરાગ્ય-અલૌકિક અનુભુતી મળી
કોઈપણ જાતના સ્વાર્થ વગર,નિઃશ્વાર્થ સેવા અને સમર્પિતતાના ભાવથી સેવા યજ્ઞ દરમિયાન 450 કોરોના મ્રુતકોના અંતિમ સંસ્કાર કરનાર યોગેશ્વરભાઈ તેમનો અનુભવ વ્યક્ત કરતાં કહે છે કે મારા પર સાધુ સંતોના આશિર્વાદ હતા એટલે મને મોતનો ડર ન હતો.સ્મશાનમાં મને વૈરાગ્યના ભાવ જાગ્યા ઉપરાંત પ્રત્યેક ક્ષણે મને અલૌકિક અનુભુતી થતી હતી.સંસારની મોહમાયા અને ક્ષણ ભંગુર લોહીના સંબંધો-સ્વાર્થની દુનીયા સહિતના તત્વજ્ઞાન મને સમજાવવા લાગ્યું.નિઃશ્વાર્થ ભાવે કરાતી સેવામાં અલૌકિક આનંદ મળતો હોય છે.હું સતત પ્રાર્થના કરતો હતો કે ભગવાન કોરોના મુક્ત બનાવે અને આવી મહામારી ક્યારેય ન આવે.હું કુદરતનો આભારી છું કે મને સેવા કરવાની પ્રેરણા અને તક મળી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM