‘સંવિધાન દિવસ’ નિમિત્તે ગાંધીનગર મહાનગર ખાતે હાથીની અંબાડી પર સંવિધાન મૂકીને ભાજપા દ્વારા ‘સંવિધાન ગૌરવ યાત્રા’ યોજાઈ.

કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાજી, કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, પ્રભારી મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ,, મહાનગરના અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ, મેયરશ્રી હિતેશ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ ‘સંવિધાન ગૌરવ યાત્રા’.

પદયાત્રાનું પ્રસ્થાન ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની ગુજરાત વિધાનસભાની સામે આવેલ પ્રતિમાથી કરવામાં આવ્યું તથા સમાપન સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, સેક્ટર ૧૭ ખાતે થયું.

૨૬ નવેમ્બર ૨૦૨૧, શુક્રવારના રોજ ‘સંવિધાન દિવસ’ નિમિત્તે કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાજી, કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, પ્રભારી મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ,, મહાનગરના અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ, મેયરશ્રી હિતેશ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગર ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના ઉપક્રમે હાથીની અંબાડી પર સંવિધાન મૂકીને ‘સંવિધાન ગૌરવ યાત્રા’ યોજાઈ હતી. યાત્રાનું પ્રસ્થાન ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા(ગુજરાત વિધાનસભાની સામે)ને પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવ્યું હતું તથા પદયાત્રા સ્વરૂપે યાત્રાનું સમાપન સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, સેક્ટર ૧૭ ખાતે થયું હતું જ્યાં મહાનુભાવો દ્વારા પ્રાસંગિક સંબોધન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મહાનગર ભાજપા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી અને મહાનગરના પ્રભારીશ્રી નરેન્દ્રભાઈ પરમાર, ચૂંટાયેલ પાંખ, સિનિયર અગ્રણીશ્રીઓ, મોરચાના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *