જામનગર જિ.પં. ના તે કર્મચારી હવે ઝડપાશે –આગોતરા નામંજુર થતા ACB માટે ધરપકડનો માર્ગ થયો મોકળો
ભ્રષ્ટાચાર કેડો ન મુકે …ભા..ઇ…ACB ગમે ત્યારે ત્રાટકે….નિવૃતિ બાદ ઠરી ઠામ થયેલા જિલ્લા પંચાયતના રીટાયર કર્મચારી સામે ગુનોUPDATE પણ જાણો
છ વર્ષ પહેલાનો એક આખો દાયકો લડી લેનાર જિલ્લા પંચાયત ના 1 કર્મચારી હાલ જેઓ રીટાયર છે તેની સામે અપ્રમાણસર મિલકત નો કેસ હવે નોંધાયો…….!!
ગુજરાત સરકારનુ પોલીસ અને રેવન્યુ બાદ પંચાયત-પીડબલ્યુડી-સિંચાઇ-પા.પૂ.-વિકાસમંડળો-સ્થા.સ્વરાજ્ય-લેબર-પ્રદુષણ-ફુડ તરફ ફોકસ કે શુ??
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર ના જિલ્લા પંચાયતના પુર્વ કર્મચારી ને મોરબી એસીબી પીઆઇ પી. કે. ગઢવી એન્ડ ટીમ શોધી રહી છે તેવામા તેણે ધરપકડ ટાળવા આગોતરા જામીન અરજી અદાલત મા કરી હતી પરંતુ એસીબી મા ગુનો નોંધનાર તપાસ કરનાર તેમજ સરકારી વકીલ તરફની દલીલો આ કેસ માટે મહત્વની હોઇ અદાલતે તે ધ્યાને લઇદેવેન્દ્રસિંહની આગોતરા જામીન અરજી નામંજુર કરી છે
આ રસપ્રદ કેસ અંગે અગાઉ અહેવાલ મુક્યો હતો તે મુજબ ભ્રષ્ટાચાર કેડો ન મુકે …ભા..ઇ…ACB ગમે ત્યારે ત્રાટકે એ વાત જામનગર ના એક કર્મચારી માટે લાગુ પડી છે જેમા નિવૃતિ લઇ ઠરી ઠામ થયેલા અને
છ વર્ષ પહેલાનો દાયકો લડી લેનાર જિલ્લા પંચાયત કર્મચારી હાલ જેઓ રીટાયર છે તેની સામે અપ્રમાણસર મિલકત નો ગુનો હવે નોંધાયો…….!! હાલ રીટાયર થઇ ઠરી ઠામ થયેલા સરકારી કર્મચારી સામે અપ્રમાણસર મીલકત નો છે………ક હવે કેસ નોંધાયો છે જો કે વહીવટી બાબતોના નિષ્ણાંતોમા ઉઠતા સવાલો મુજબ ગુજરાત સરકારનુ પોલીસ અને રેવન્યુ બાદ પંચાયત-બાંધકામ-સિંચાઇ-પા.પૂ.-વિકાસમંડળો-પુરવઠા-સ્થા.સ્વરાજ્ય-લેબર-પ્રદુષણ-ફુડ સહિતનાતરફ ફોકસ વધ્યુ છે કે શુ?? કેમકે હાલ રાજ્યસ્તરે સાતસોથી વધુ અરજીઓ ઉપર જુદા જુદા સ્ટેજે કામ થઇ રહ્યુ છે અને આગામી છ મહિના મા નોંધપાત્ર કેસ નોંધાવાની શક્યતાઓ નકારાતી નથી જેને જેને આ ગંધ આવી છે તેઓએ સલામત રસ્તા અખત્યારક્તર્યા છે પણ અત્યાર સુધી લ….ડી…….જ….લી…..ધુ….હોય….ઇ ….પ…થા..રો થોડો સંકેલાય….?? ઇ તો દેખીતુ જ છે ને??
શુ કેસ છે?? કોની સામે છે??
દેવેન્દ્રસિંહ વિજયસિંહ પરમારે પોતાની જામનગર જીલ્લા પંચાયત ખાતેની રાજ્ય સેવક તરીકે ની.કાયદેસરની ફરજ દરમ્યાન ભ્રષ્ટ રીતરસમો અપનાવી, પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ગુન્હાહીત ગેરવર્તણુંક આચરી, લાંચીયાવૃતિથી પોતાના અંગત લાભ માટે ગેરકાયદેસર અવેજ દ્વારા નાણાં મેળવી તે નાણાંમાંથી પ્રાથમિક દ્રષ્ટીએ તેમની કાયદેસરની આવકના સ્ત્રોત કરતાં રૂ. ૨૪,૭૭,૨૩૫ –
(ચોવીસ લાખ સીત્તોતેર હજાર બસો પાંત્રીસ પુરા) ની અપ્રમાણસરની મિલકતો વસાવેલ હોય જે આવકના પ્રમાણમાં ૪૫.૩૮% નું સ્થાવર જંગમ મિલ્કતોમાં અપ્રમાણસરનું રોકાણ કરેલ હોવાનું તપાસ દરમ્યાન ફલીત થયેલ હોય, જેથી તેના વિરૂધ્ધ પ્રાથમિક તપાસના અંતે પોલીસ ઇન્સ્પેકટર, એ,ડી,પરમાર એ.સી.બી. પો.સ્ટે. જામનગરનાઓએ સરકાર તરફે ફરીયાદી બની જામનગર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૫ ૨૦૨૧ થી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને-૧૯૮૮ ની કલમ ૧૩(૧)ઇ તથા ૧૩(૨) મુજબ ગુન્હો દાખલ કરેલ છે.
આરોપીની ધરપકડનો માર્ગ થયો મોકળો —–
આ કેસની તપાસ મોરબી એ.સી.બી.પી.આઇ. પી.કે.ગઢવી તથા સ્ટાફ તપાસ ચલાવી રહ્યા છે તેમના જણાવ્યા મુજબ જે તે વખતે આરોપી ફરાર હોઇ શોધખોળ ચાલે છે જે ઝડપાયે આગળની કાર્યવાહી જેમકે ઓળખ નિવેદનો ધરપકડ કોર્ટમા રીમાન્ડ વગેરે માટે પ્રોસીજર મુજબ રજુ કરવા તેમજ આગળની કાર્યવાહી કાયદા મુજબ ની કરવા ની બાબતો હાથ ધરાશે ઉપરાંત હાલ આ આરોપી મળી આવેલ નથી ત્યારે તે અંગે તેમજ તેમની અપ્રમાણસર મીલકત ની જરૂરી આગળની તપાસ પણ પ્રકરણ હાથમા લઇ કરવામા આવી રહ્યાનુ પીઆઇ ગઢવી એ ઉમેર્યુ હતુ દરમ્યાન આરોપી દેવેન્દ્રસિંહ એ આગોતરા જામીન અરજી કરી હતી જેની સુનાવણી થઇ હતી અને મેજીસ્ટ્રેટ ટી.આર.દેસાઇ એ સરકાર પક્ષ તેમજ એસીબી ના આ કેસ નોંધનાર તેમજ તપાસનીશ અધીકારીઓ તરફથી રજુ થયેલ કેસની ગંભીરતાની સચોટ બાબતો ધ્યાને લઇ આરોપીના આગોતરા જામીન નામંજુર કરતો હુકમ કર્યો છે હવે એસીબી માટે આ આરોપીને ઝડપી લેવાનો માર્ગ મોકળો થયો છે

