ગુજરાત સાહિત્ય અકાદમી અને ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે સંસ્કારભારતી, ગાંધીનગરની પ્રેરણાથી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે બે દિવસીય સાહિત્યક સંગીતમય ક્રાયક્રમ ગાંધીનગર ખાતે યોજાયો.

ગુજરાત સાહિત્ય અકાદમી અને ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે સંસ્કારભારતી, ગાંધીનગરની પ્રેરણાથી આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં બે દિવસીય સાહિત્યક સંગીતમય ક્રાયક્રમનું આયોજન તા. ૨૯-૩૦ જાન્યુઆરી ૨૦૨૨ ના ઓડિટોરિયમ, સ્ટાફ ટ્રેનીંગ કોલેજ, સેકટર -૧૭, ગાંધીનગર ખાતે કરવામાં આવેલ હતું. પ્રથમ દિવસે તારીખ ૨૯ ના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ૧૨૫માં જન્મજ્યંતિ વર્ષ નિમિતે “વંદન મેઘાણી અને બીજા દિવસે તારીખ ૩૦ જાન્યુઆરી, ૨૦૨૨ ના મહાત્મા ગાંધીના નિર્વાણ દિને ઉદ્દગમ શબ્દ સુરોત્સવનું આયોજન કરેલ હતું.

તા. ૨૯ જાન્યુઆરીના ૨૦૨૨ના રોજ ઉદગમના મેં. ટ્રસ્ટી ડો. મયુર જોષીના શાબ્દિક સ્વાગત પ્રવચન બાદ કાર્યક્મનું દીપ પ્રાગટ્ય સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત ના અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, જાણીતા સાહિત્યકાર શ્રી વસંતદાન ગઢવી અને ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવએ કર્યું હતું તા. ૩૦ જાન્યુઆરીના ૨૦૨૨ના સંસ્કારભારતી ગાંધીનગરના અધ્યક્ષ શ્રી ભીખુદાન ગઢવીએ શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉદ્દગમ શબ્દ સુરોત્સવમાં મેહમાન તરીકે ગાંધીનગરના ડે. મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, અને સ્ટેન્ડિંગ કમિટી, ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

“વંદન મેઘાણી” કાર્યક્રમમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખેલા સાહિત્યમા રાષ્ટ્રભક્તિનો પણ ઉત્તમ વિચાર અને રચનાઓની સાહિત્યિક સંદર્ભ ઘનશ્યામદાન ગઢવીએ ખુબ જ સુંદર રીતે આલેખ્યો હતો. મેઘાણી દ્વારા રચિત સાહિત્યક રચનોને ગાંધીનગરના પોતાના કલાકરો ભીખુદાનભાઈ ગઢવી,માયાબેન ચૌહાણ,ડૉ.રાજન ચૌહાણએ પોતાના કંઠના કામણ થકી સર્વે શ્રોતાજનોના માનસ સુધી પહોંચાડી આપણી માટીની મહેક ઉજાગર કરીને સહુના મન થનગનાટ કરતા કરી દીધા હતા.

૩૦ જાન્યુઆરી, ૨૦૨૨ ના મહાત્મા ગાંધીના નિર્વાણ દિને ઉદ્દગમ શબ્દ સુરોત્સવમાં શુભમ પંડ્યાએ ગુજરાતના ખુબ જ જાણીતા સાહિત્યકારોએ શૂન્ય પાલનપુરી, શ્રી અરદેશર ફરામજી ખબરદાર, સ્નેહલીલા દેસાઈ, શ્રી જમિયત પંડયા, શ્રી જયંતીલાલ દવે “વિશ્વરથ”,ની ગાંધીજી વિષે લખાયેલી રચનાઓનું સુંદર નિરૂપણ કર્યું હતું. કયારેય કોઈપણ કાર્યક્રમમાં ના રજુ થાયે રચનાઓનું સ્વરાંકન અને સંકલન શ્રી શિશિર ભટ્ટએ કર્યું હતું. જેને શ્રી આકાશ જોશી, સુશ્રી ઈશા નાયર, શ્રી ધવલ કઠવાડિયાએ પ્રક્ષકો સમક્ષ રજુ કરીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

બે દિવસીય કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડયા અને મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવના માગર્દશન હેઠળ ઉદગમના મેં. ટ્રસ્ટી ડો. મયુર જોશી અને સંસ્કારભારતી ગાંધીનગરના અધ્યક્ષ શ્રી ભીખુદાન ગઢવીની સાથે રહીને ડો. રાજન ચૌહાણ, શ્રી રાકેશ પટેલ, પંકજ ચુડાસમા, નટુભાઈ, ચાણક્ય જોષી, મનોજ જોષીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જેહમત ઉઠાવીને સફળતા સાથે કાર્યક્રમનું આયોજન કરેલ હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM