‘’ તબીબ બનનારા વિદ્યાર્થીઓ અને તેમના મા-બાપ સમાજ અને ઈશ્વરના ઋણી રહેશે’’  -અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય

વિદેશોમા મેડિકલ ક્ષેત્રનો અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને સત્કારવાનો સમારોહ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક, શાહીબાગ ખાતે મેકિંગડૉકટર્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા યોજાયો હતો જેમાં વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તબીબી ક્ષેત્રમાં કામ કરી રહેલા ડોક્ટરોને ભગવાન સમાન ગણાવી તમામ કોરોના વોરિયર્સને કોરોના કાળ દરમિયાનની તેમની સેવાઓના અથાગ પ્રયત્નોને બિરદાવતા પ્રાસંગિક ઉદબોધનમાં ડૉશ્રીમતી નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે તબીબી જીવનમાં પ્રવેશ એ ભલે સંઘર્ષપૂર્ણ સફર હોય પણ એક અત્યંત આત્મસંતોષ આપતી સફર છે.સેવા એ જ સંઘર્ષ છે. અને સંઘર્ષ એ જ જીવન છે. વિદેશમાં કે ભારતમાં દરેક અભ્યાસ ઇચ્છુક ડોક્ટરનું જીવન સંઘર્ષમય રહેવાનું પણ જો હૃદયમાં સેવાની ભાવના હોય અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા હોય તો હંમેશા સફળતા મળે જ છે. સંઘર્ષ વગર ક્યારે સિદ્ધિ હાંસલ થતી નથી. તબીબ બનનારા વિદ્યાર્થીઓ અને તેમના મા-બાપ સમાજ અને ઈશ્વરના ઋણી રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.  અધ્યક્ષશ્રીએપોતાના અભ્યાસકાળ દરમ્યાનઅને ત્યારબાદ તબીબ તરીકેના સંસ્મરણો વોગાળ્યા હતા. અનેકચ્છના ભૂકંપમા અથાક પરિશ્રમ સાથે આપેલી તબીબી સેવાઓના દિવસોકેવા હતા એ વિશે માહીતી આપી હતી.  વિદેશોમાં MBBS માં ભણવા જઈ રહેલા મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનીઝેશનના વિદ્યાર્થીઓને ગુજરાતમાં મા ભોમની સેવાકાજે વતન પરત ફરી લોકસેવાનો અધ્યક્ષશ્રીએ ખાસ અનુરોધ કર્યો હતો અનેડોકટર બનવા માટે દ્રઢ નિર્ધાર, કઠોર પરિશ્રમ અને સત્યને વળગી રહેવાનો મંત્ર અપનાવવાવિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. તથા વિવિધ ક્ષેત્રમાં માસ્ટર ડિગ્રી અને રિસર્ચ કરવા માટે પણ પ્રેરિત કર્યા હતા. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર શ્રી ડો. દિલીપ માંવલંકરે વિદેશ જનારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી હતી અને પબ્લિક હેલ્થ એટલે જાહેર આરોગ્યમાં તબીબ બન્યા પછી રહેલી સંભાવનાઓ વિશે વાત કરી હતી. વિદેશમાં જઈ અને વિદેશની સંસ્કૃતિમાંથી પણ સારું શીખવાની તેમજ ભારતીય સંસ્કૃતિના સારા પાસાઓ વિદેશમાં પ્રસરાવવાની અપીલ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા ૧૨૨જેટલા વિદ્યાર્થીઓ૮ દેશમાં અભ્યાસ અર્થે જઈ રહ્યા છે જેમાં રશિયા,જોર્જિયા,ફિલિપાઇન્સ,કઝાકિસ્તાન,કિર્ગીસ્તાન,ઓસ્ટ્રેલિયા,કેનેડા અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, ગાંધીનગરના પ્રેસિડેન્ટ ડો.અનિલ ચૌહાણ, મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનીઝેશનના ડિરેક્ટર શ્રી ઉમંગ પટેલ તથાવિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM