રેલવે પોલીસ ના હેડ કોન્સ્ટેબલ નરસિંહ જોટાણા એ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી

મહેસાણા રેલવે પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારોહ યોજાયો

ડીસા તાલુકાના બાઈવાડા ગામના વતની અને મહેસાણા રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નરસિંહભાઈ હાથીભાઈ જોટાણા એ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં શુક્રવારે મહેસાણા રેલવે પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારોહ યોજાયો હતો.
મહેસાણા રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે અમદાવાદ રેલવે ના ઇન્ચાર્જ એસ.પી એ.એમ.દેસાઈ ના અધ્યક્ષ સ્થાને અને રબારી સમાજ ગુરૂગાદી વાળીનાથ અખાડા તરભ ના મહંત શ્રી જયરામગીરી બાપુ, મહેસાણા ડીવાયએસપી આર.આઇ.દેસાઈ, ફૂલાભાઇ દેસાઈ (નાગલપુર), ડૉ. મનીષભાઈ દેસાઈ, જનકભાઈ બારોટ, ઉદયસિંહ રાઠોડ (કોર્પોરેટર) તેમજ ભુવાજી ગફુલભાઇ દેસાઈ (જોરણંગ ડીસા) ની ઉપસ્થિતિમાં નરસિંહભાઇ દેસાઈ (બાઈવાડા) ન વિદાય સમારંભ યોજાયો. અધિકારીઓ અને આગેવાનો સહિત સ્ટાફ મિત્રો દ્વારા નિવૃત્ત જીવન સુખમય રીતે પસાર થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત મહંત શ્રી જયરામગીરી બાપુ એ પણ નરસિંહભાઈ જોટાણા ની સેવાને બિરદાવી સામાજીક તેમજ રાજકીય ક્ષેત્રે આગળ વધે તેવા આશિર્વચન પાઠવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *