૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન આણંદની એ.ડી.જી મેજર જનરલ રોય જોસેફ અને ગ્રુપ કમાન્ડર બ્રિગેડીયર આર.કે. ગાયકવાડે મુલાકાત કરી

કોવીડ-૧૯માં બટાલિયન દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન આણંદ ખાતે ગુજરાત ઉપ નિર્દેશાલયનાં વડા એ.ડી.જી મેજર જનરલ રોય જોસેફ સાથે  ગ્રુપ મુખ્યાલય વલ્લ્ભ વિદ્યાનગરનાં ગ્રુપ કમાન્ડર બ્રિગેડીયર આર.કે. ગાયકવાડ દ્વારા બટાલિયનની મુલાકાત કરીને બટાલિયનનાં ઓફિસરો, એસોસિએટ એન સી.સી મહિલા અધિકારીઓ અને ઈન્ટ્રક્ટર સાથે વાર્તાલાપ કરીને કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં બટાલિયન દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતા.

          આ બેઠકનું સંચાલન કમાન્ડીંગ ઓફીસર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કોવીડ-૧૯ માટે સરકાર દ્વારા જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી તે મુજબ કરવામાં આવ્યું હોવાનું ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી આણંદના કમાન્ડીંગ ઓફિસર રીષી ખોસલાએ એક યાદી દ્વારા જણાવ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *