આણંદ માં સમર કેમ્પ નું આયોજન કરાશે

રિપોર્ટ:બીના પટેલ

ભારત ના પનોતાપુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ ની કર્મભૂમિ કરમસદ ખાતે આવેલ શિક્ષણધામ કરમસદ કેળવણી મંડળ માં આવનાર દિવસો માં સમર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. આ સમર કેમ્પ નો ઉદ્દેશ્ય ખુલ્લા વાતાવરણ માં રમત ગમત અને મનોરંજન સાથે સાથે બાળકો ના સર્વાંગી વિકાસ નો પણ છે. મેનેજમેન્ટ ના સહકાર થી આ સંકુલ ના કેમ્પસ ડાયરેકટર ડિમ્પલબેન જૈન ના નેતૃત્વ માં તમામ એડમિનિસ્ટ્રેટિવ ટીમ, આચાર્યો તથા સ્ટાફ મિત્રો દ્વારા આ કેમ્પ ની તમામ કામગીરી હાથ ધરેલ છે.તારીખ 21 એપ્રિલ થી 1લી મે સુધી આ કેમ્પ યોજાશે. જેમાં સ્કેટિંગ, જુડો, કરાટે, ડાન્સ,આર્ટ એન્ડ ક્રાફટ, કર્સિવ રાઈટિંગ,વેદિક મેથ્સ જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે સંકુલ દ્વારા ઓનલાઈન તથા ઓફલાઈન બંને સુવિધા આપવામાં આવેલ છે. ફક્ત 500/- રૂ. ની લઘુતમ ફી માં આ સુંદર કેમ્પ નો લાભ બાળકો લઈ શકશે. શાળા કે ગામ નો બાધ ન રાખતા આ કેમ્પ માટે ઓપન એન્ટ્રી રાખવાં માં આવેલ છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM