ભુજ ખાતે તાલુકા આરોગ્ય મેળો યોજાયો

ભુજ તાલુકાના કુલ ૪૫૦ લાભાર્થીઓએ લાભ મેળવ્યો

 “આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અતર્ગત સરકારશ્રી દ્વારા પ્રાથમિક આરોગ્ય સેવાઓ ને મજબુત કરવા  તેમજ રોગોનું નિવારણ થઈ શકે તેવા રોગોનું વહેલું નિદાન કરી તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ લાવવા તેમજ આરોગ્યની સેવાઓ માનવી સુધી તે હેતુથી તા.૧૮/૦૪/૨૦૨૨ થી ૨૨/૦૪/૨૦૨૨ સુધી તાલુકા ક્ક્ષાએ આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અતર્ગત આજરોજ ભુજ ટાઉનહોલ ખાતે ભુજ તાલુકાનો તાલુકા આરોગ્ય મેળો યોજાયો હતો.   જેમાં સર્વરોગ નિદાન કેમ્પ, બાળકોની સારવાર, સગર્ભાની સારવાર, મોતિયાબિંદનું નિદાન, બિનચેપી રોગો નિદાન અને સારવાર તથા હેલ્થ આઈ ડી તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનાં અતર્ગત આયુષ્માન કાર્ડ બનાવાની કામગીરી કરવામાં આવી હતી.  આ આરોગ્ય મેળામાં મેળામાં ૪૫૦ જેટલા લાભાર્થી ઓએ નોધંણી કરાવી અને વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.  આ તકે ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ભંડેરી, નગરપાલિકાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠકકર, જીલ્લા પંચાયત આરોગ્ય સમીતીના ચેરમેનશ્રી કરસનજી જાડેજા, TDO શ્રી શૈલેષભાઇ રાઠોડ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જનક માઢક, EMO શ્રી ડો. કેશવ, QMO શ્રી ડો. અરોરા, THO શ્રી ડો.ડી.કે.ગાલા તેમજ લાભાર્થીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *