જ્ઞાનસેવા વિદ્યા સંકુલ-રંભાસ (ડાંગ) ખાતે નવા સ્કુલ બિલ્ડીંગના ખાતમુર્હુતનો કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: ૧૯: બ્રહ્મસ્વરૂપ પરમ પુજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ, તથા પ્રગટ ગુરુહરી શ્રી મહંત સ્વામી મહારાજની પ્રેરણા, અને BAPS સ્વામીનારાયણ સંસ્થાના સહયોગથી ચાલતા જ્ઞાનસેવા વિદ્યા સંકુલ-રંભાસ (ડાંગ) ખાતે, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત, તેમના આદિવાસી ઉત્કર્ષના કાર્ય રૂપી કલગીમા વધુ એક મોરપિચ્છ ઉમેરાયુ છે.

કાર્યક્રમના ભાગરૂપે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના માસ્ટર પ્લાનના પ્રથમ સોપાન “નવા સ્કુલ બિલ્ડીંગ” ના ખાતમુર્હુતનો એક કાર્યક્રમ ગત તા.૧૭/૪/૨૦૨૨ના રોજ સમી સાંજે અહીં યોજાઇ ગયો. જ્ઞાનસેવા સંકુલ બાળકોના સંસ્કાર, શિક્ષણ, અને સ્વાસ્થ્ય માટે સતત ચિન્તીત છે. શાળાના શ્રેષ્ઠ પરિણામ સાથે, અહીંના વિદ્યાર્થીઓ હજુ વધુ સારી સુવિધાઓ સાથે અભ્યાસ પ્રાપ્ત કરી શકે તે માટે, નવા સ્કુલ બિલ્ડીંગના શુભેચ્છક શ્રીમતિ ઉષાબેન નરેશભાઈ ખાંડવાલા પરિવાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ખાતમુહૂર્ત વિધી BAPS સંસ્થાના બોચાસણ મંદિરના વરિષ્ઠ સંત પૂ. ભક્ત્વત્સલ સ્વામી, તીથલ BAPS સ્વામીનારાયણ મંદિરના કોઠારી પૂ.વિવેકસ્વરૂપ સ્વામી, નવસારી BAPS સ્વામીનારાયણ મંદિરના વરિષ્ઠ સંત પૂ. કૃષ્ણપ્રિય સ્વામી, અને કોઠારી પૂ.પુર્ણકામ સ્વામી, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાંવિત, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એ..સી.ભૂસારા, તથા ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમા આ કાર્યક્રમ યોજાયો હતો.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ, અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની આ વિદ્યાર્થીઓ ઉપર કેવી કરુણા, પ્રેમ અને લાગણી હતી તે દર્શાવતો વિડીઓ શો ‘સત્પુરુષની હેતલ વર્ષા’ તથા સ્કુલનો પરિચય આપતો વિડીયો, અને તા. ૧૬/૦૪/૨૦૨૨ ના રોજ કણાદ (સુરત) ખાતે પ.પુ. મહંત સ્વામી મહારાજે ઇષ્ટિકા પૂજન (શીલા પૂજન) કર્યું હતુ, તે દર્શાવતો વિડિયો પણ અહીં દર્શાવાયો હતો.

પુ.વિવેકસ્વરૂપ સ્વામીએ તેમના પ્રવચન દરમ્યાન પ્રમુખ સ્વામી મહારાજે આદિવાસી વિસ્તારમા કરેલ પુરુષાર્થ ને વર્ણવ્યો હતો. જ્યારે પુ.ભક્તવત્સલ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા “લક્ષણ વગરનુ શિક્ષણ, ભક્ષણ કરે છે” તો આજના યુગમા બાળકો કેવી રીતે લક્ષણ સહીતનુ શિક્ષણ, સંસ્કાર સહીતનુ શિક્ષણ મેળવીને, શિક્ષિતની સાથે દીક્ષિત થાય તે માટે પ્રમુખ સ્વામી મહારાજ, તથા મહંત સ્વામી મહારાજ અને BAPS સ્વામીનારાયણ સંસ્થા પ્રેરિત જ્ઞાનસેવા વિદ્યા સંકુલ શિક્ષણ દ્વારા સમાજ ઉત્કર્ષનુ કામ કરી રહ્યુ છે, તેની વિગતો રજૂ કરી હતી.

આ કાર્યક્રમમા વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામજનો, વાંસદા, ઉનાઈ, અને ડાંગના ભાઈઓ, બહેનો, અને આમંત્રિત મહેમાનો સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ના અંતે સૌ મહાપ્રસાદ ગ્રહણ કરી કાર્યક્રમથી અભિભૂત થઈને, પ્રમુખ સ્વામી મહારાજના આદિવાસી ઉત્કર્ષના શ્રેણીબદ્ધ યુગ કાર્યોને બિરદાવ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM