સાહિત્ય પ્રવાહ ટ્રસ્ટ ના ઉપક્રમે પુસ્તક વિમોચન સમારોહ યોજાયો..

વિજ્ઞાન વ્યાખ્યાતા કવિયત્રી ડો.નલિની પુરોહિતે  ૧૫ શબ્દ કૃતિઓનું સર્જન કરીને હિન્દી સાહિત્યની સમૃદ્ધિ વધારે છે

સાહિત્ય પ્રવાહ ટ્રસ્ટ, વડોદરા યુવાનો માં માતૃભાષા અને રાષ્ટ્ર ભાષા પ્રત્યે જાગરુકતા લાવવા માટે સતત્  પ્રયત્નશીલ છે. આ સંસ્થાના નેજા હેઠળ તાજેતરમાં  લોકપ્રિય કવયિત્રી ડો.નલિની પુરોહિતના બે રચના ગ્રંથો  “કાવ્યામૃત રામાયણ “અને “ઈકિસવી  સદી કે કર્મયોગી “નો વિમોચન સમારોહ યોજાયો હતો.  આ પ્રસંગે મુખ્ય અતિથિ રાજમાતા અને મ.સ.વિશ્વવિદ્યાલયના કુલ માતા  શુંભાગિની રાજે ગાયકવાડ, વિશિષ્ટ અતિથિ રામકૃષ્ણ મિશન, વડોદરા ના સ્વામી શ્રી સુવિજ્ઞેનંદજી એ આ કૃતિ ગ્રંથોનું વિમોચન કર્યું હતું.ડો. નલિની પુરોહિત મ.સ વિશ્વવિદ્યાલયમાં વિજ્ઞાનના પૂર્વ પ્રોફેસર છે અને  આ બન્ને એમની14મી અને ૧૫મી કૃતિ છે.  વક્તા ના રૂપમાં મ.સ.વિશ્વવિદ્યાલયના પૂર્વ પ્રો. હરીશ વ્યાસ અને કવયિત્રી ક્રાંતિ કનાટે હતા. પ્રાર્થના નિનાદ મેહતા અને આભાર વિધિ મ.સ .વિશ્વવિદ્યાલય ના હિન્દી ના અધ્યક્ષ પ્રો્ કલ્પના ગવલી એ આપ્યો હતો.સમસ્ત કાર્યક્રમનું સંચાલન ગૌતમ સાગર અને રીતુ પાંડેએ કર્યું. વ્યવસાયે વિજ્ઞાન વ્યાખ્યાતા રહેલા ડો.નલિનીએ હિન્દી સાહિત્યમાં ઊંડું ખેડાણ કર્યું છે અને સાહિત્ય સૃષ્ટિ ને સમૃદ્ધ કરી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *