એસ.બી.આઇ એ ગ્રાહક સુવિધા અને સરળતા માટે મોબાઈલ એ.ટી.એમ.ફરતું મૂક્યું……

વડોદરા,
ગ્રાહકો ની સરળતા માટે એસ.બી.આઇ.દ્વારા એક મોબાઈલ એ.ટી.એમ.ગ્રાહકોની સેવામાં ફરતું મૂકવામાં આવ્યું છે.આ અંગે જાણકારી આપતાં એ.જી.એમ. શ્રી નિલેશ રાડિયા એ જણાવ્યું કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, એડમીન ઓફીસ, વડોદરા દ્વારા વડોદરા શહેર ના ગ્રાહકો ની વધુ સુવિધા માટે એક મોબાઈલ એટીએમ નું વિધિવત ઉદ્ઘાટન વડોદરા ના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રીમતી બિંદુ જનારધનન ના હસ્તે આજે કરવામાં આવ્યું હતું.ઉપરોક્ત મોબાઈલ એટીએમ વડોદરા શહેર ના જુદા જુદા વિસ્તારો માં જઈ ને ગ્રાહકો ને તેમના ઘર/ ધંધાના સ્થળ નજીક સુવિધા પૂરી પાડશે.આ પ્રસંગે શ્રી પ્રફુલ ઝા, એજીએમ રિજીયન 2, શ્રી અવધેશ રાવત, શ્રી મોહિત કુમાર તથા શ્રી બીરેન્દ્ર મિશ્ર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા ના ગ્રાહકો આ સેવા નો મહત્તમ ઉપયોગ કરશે તેવી આશા સેવાઇ રહી છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM