સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઇ ગામે ધોડિયા સમાજ, દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સમાજ ભવન નિર્માણ માટે શિલાન્યાસ વિધિ સમારોહનું આયોજન થયું.

મયુર પટેલ

સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગામ-વસરાઇ ખાતે ધોડિયા સમાજ, દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૧૦ વિઘાં જેટલી જમીન ખરીદીને સમાજની વાડી માટે સાંસ્કૃતિક ભવનના નિર્માણ માટે શિલાન્યાસ વિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ. ધોડિયા સમાજ, દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ સેવા, સહકાર, સંગઠન, શિક્ષણ અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા મહુવા, વાલોડ, ડોલવણ, વ્યારા, બારડોલી,નવસારી,, ચીખલી, વાંસદા મધ્યે સાંસ્કૃતિક વિરાસત નિર્માણ કરવા શિલાન્યાસ વિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ. સમાજ ભવન નિર્માણ માટે શિલાન્યાસ વિધિ સમારોહમાં સમાજના સ્વપનો સાકાર કરવા ૧૦ વિઘાં જેટલી જમીન પર નિર્માણ પામનાર સાંસ્કૃતિક ભવનના શિલાન્યાસ વિધિ ગુજરાત સરકારના કેબીનેટ મંત્રીશ્રી નરેશભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યુ. ભૂમિપૂજન પ્રભાતસિંહ પટેલના પરિવાર દ્વારા કરવામાં આવ્યુ. સાંસ્કૃતિક ભવનનું ખાત મુહૂર્ત સ્વાતંત્ર્ય સેનાની મણીબેન બી.પટેલ તથા જમીન લોકાર્પણ માજી.સાંસદશ્રી માનસિંહભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યુ. સમાજના સંતોના શુભાશિષથી સમાજ ભવન નિર્માણ માટે શિલાન્યાસ વિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ધોડિયા સમાજ, દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટના સાંસ્કૃતિક ભવનના નિર્માણ માટે  સાંસ્કૃતિક ભવનના નિર્માણ ‘શિલાન્યાસ વિધિ’ સમારોહમાં સ્વજનોનું અને જમીન સંપાદન કરનાર દાતાશ્રીઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે શ્રી માનસિંહભાઇ પટેલે દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટની રચનાનો ઉદેશ્ય સમાજના દરેક જન પ્રગતિના પંથે આગળ વધે અને જરુરિયાતા મંદોને મદદ કરતો રહે, આપણે પણ સમાજને કઇંકને કઇંક અર્પણ કરીએ, જ્યારે સમાજજનો ના મનમાં સમાજ માટે હું શું કરી શકું ? એવો ભાવ ઉદ્ભવે તો તંદુરસ્ત સમાજનું નિર્માણ થઇ શકે. શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને પશુપાલન એ આપણા આદિવાસી સમાજની ધુરા છે. આને ધ્યાનમાં લઇ દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ ધોડિયા સમાજ સાંસ્કૃતિક ભવન સંકુલ સાથે પુસ્તકાલય, કોન્ફરન્સ હોલ, સંગ્રહાલય, આર્ટગેલેરી, પ્રોજેકટરથી સજ્જ કોમ્પ્યુટર રુમ, પાર્ટી પ્લોટ, તાલીમ અને માર્ગદર્શન કેન્દ્ર, કૃષિ અને પશુપાલન લક્ષી પ્રોજેકટમાં શાકક્ભાજી-અનાજ-ફળ કલેક્શન અને વેચાણ કેન્દ્ર, કોલ્ડ સ્ટોરેજ, ખેડુત પ્રશિક્ષણ કેન્દ્ર, ઓર્ગેનિક ફાર્મિંગ પ્લોટ સાથે સજ્જ પરિસર બનાવવા ૫૦ કરોડનું માતબર દાન માટે આહવાન કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રીશ્રી નરેશભાઇ પટેલે સમાજલક્ષી વાતો કરી, સરકારશ્રીની આદિવાસી સમાજની યોજનાઓની સાથે નર્મદા-તાપી પાર લિંક યોજના રદ કરવા બદલ મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલનો આભાર પણ માન્યો હતો. આ પ્રસંગે મહુવા સુગર ફેક્ટ્રીના ડીરેક્ટરો, ધોડિયા સમાજ્ના અગ્રણીયો, સહકારી, રાજકીય, આગેવાનો, ગ્રામ પ્રતિનિધિઓ, વિવિધ વ્યવસાયી ગૃપ અને બહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં આદિવાસી કલાની ઝાંખી સ્વરૂપે આદિવાસી સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહુવા સુગરના ડીરેકટરશ્રી તૃષારભાઇએ આ પ્રસંગે જણાવ્યુ કે આ વિશાળ પ્રોજેક્ટ સહુના સહકાર વિના શક્ય નથી. આ ભગીરથ કાર્યમાં સહુ ભેગા મળી આ કાર્યને આગળ ધપાવીએ. સમાજ્જનમાં આપણાપણાનો ભાવ જગાવી શકીએ તો સમાજના સંગઠન માટે કોઇ પણ કાર્ય અશક્ય નથી. સમારોહના અંતે મુકેશભાઇ મહેતા (બામણીયા) દ્વારા થોડા જ સમયમાં આપણે ‘ધોડિયા સમાજ’ની ભવ્ય સાંસ્કૃતિક વિરાસત આવનારી પેઢીને ભેટ ધરવાનો સંકલ્પ સાથે સૌનો આભાર માની સમારોહ સમાપનવિધિ કરવામાં આવ્યુ    

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM