જેડીએફ તથા એન્જી. એસો.ના સહયોગથી રાજકોટ ખાતે ડાયાબિટિક બાળકો માટે સશક્તિકરણ કેમ્પ યોજાયો

જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન રાજકોટ તથા રાજકોટ એન્જીનીયરીંગએસોસિએશનના સહયોગથી વિનામૂલ્યે જાગૃતિ થી સશકિતકરણ અવેરનેસ કેમ્પ,

રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશન હોલ, ખાતે યોજાયો હતો, આ કાર્યક્રમ ડો. પ્રદિપ ડવ તથા મ્યુ. કમિશનર અમિત અરોરા મુકેશભાઈ શેઠ,દિપકભાઈ કોઠારી, ડો. રાધેશ્યામ ત્રિવેદી, ડો સંજયભાઈ ભટૃ, પરેશભાઈ વાસાણી, શાંતુભાઈ રૂપારેલીયા મહેશભાઈ ત્રિવેદી નરેન્દ્રભાઈ પાંચાણી શૈલેષભાઈ માઉ તુષાર પટેલ, યશભાઈ રાઠોડ દ્વારા દીપ પ્રાગટયકરવામાં આવ્યું હતું. મેયર તથા રાજકોટ કમિશ્નર તરફથી જેડીએફને સહાયમાં વધારો કરશે તથા યોજનારા જેડીએફના કેમ્પ તથા બધી પ્રવૃતિ માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓડીટોરીયમ ફ્રી આપવાનીજાહેરાત કરી હતી. ડો. રાધેશ્યામ ત્રિવેદી દવારા ગુજરાત સરકાર તથા સરકારી હોસ્પીટલ દવારા બધા બાળકોને ઈન્સ્યુલીન, સીરીંજ, ગ્લુકોમીટર, સ્ટ્રીપ તથા ડોકટરી તપાસ તથા બધા રીપોર્ટસ માટે મદદ રૂપથઈશુ. ડો. નિલેશ દેત્રોજા (એન્ડોક્રાઈનોલોજીસ્ટ) દવારા ડાયાબીટીસ બાળકો તથા પરિવારને ડાયાબિટીસમાં ખોરાક તથા ઈન્સ્યુલીન મેનેજમેન્ટ ઉપર સમજાવવામાં આવ્યું હતુ . ડો. પંકજ પટેલ દવારાઈન્સ્યુલીનને ટેકનીક ઈન્સ્યુલીન કયા, કેવી રીતે, કઈ કઈ જગ્યાએ ઈન્સ્યુલીન લેવું, તથા જગ્યા રોટેશન કરવી તેની વિસ્તૃત માહિતી આપી હતી. ડો. વિભાકર વચ્છરાજાની (ડાયાબીટીક ફુટકેર સર્જન) દવારા ડાયાબીટસ વાળા બાળકોને પગની સંભાળ કેવી રીતે રાખવી તથા સમયે સમયે બાળકોના પગ ચેક અપ કરાવવા તેની માહિતી આપી હતી. ડો. સંજય પંડયા દવારા દરેક બાળકે તથા તેના પરિવારે કેવી રીતે કીડનીની સંભાળ લેવી,કિડનીને ડાયાબીટીસની સાઈડ ઈફેકટ ન થાય તેના માટે કયા કયા રીપોર્ટસ કરવવા તથા કિડની વિશે વિસ્તૃત માહિતગાર કર્યા હતા. ડો. ઝલક શાહ ઉપાધ્યાય દવારા દરેક બાળકોને સુગર મોનીટરીંગ તથા એચબી1સી નારીપોર્ટ કેવી રીતે કેટલા સમયે કરાવવા તેના ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ભાગ્યેશ્રી સાંકળીયા દવારા બાળકોના અનકંટ્રોલ ડાયાબીટીસમાં આંખમાં શું શું અસર થાય છે, તથા કેટલા સમયે આંખનું ચેકઅપકરાવવું તેના માટે વિસ્તૃત જાણકારી આપી હતી. ડો. ચેતન દવે દવારા ડાયાબીટીક બાળકો તથા તેના પરિવારને બાળક બિમાર હોય તો તેને ડાયાબિટીસ કેવી રીતે કંટ્રોલ કરી શકાય તેની માહિતી આપી હતી. ડાયાબિટીસપીડિત દરેક બાળકોને અંદાજે રૂ. 1000 ડાયાબિટીસ માં ઉપયોગી દવા અને સાધન તથા દરેક બાળકો અને પરિવારના સભ્ય માટે નાસ્તાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. જેડીએફ વતી અપુલ દોશી, અનિશ શાહ,રોહિત કાનાબાર, અમીત દોશી, હરિકૃષ્ણ પંડયા, મિતેષ ગત્રાણા, અજય લાખાણી દવારા તમામ મહેમાન, અતિથિ વિશેષ અને ડોકટરશ્રીઓનો આભાર વ્યકત કર્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM