
વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ કરતી સંસ્થા ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ના વર્ષ ૨૦૨૨-૨૩ ના નવા હોદેદારો ની શપથગ્રહણ કાર્યક્રમ શ્રી જી જી વિદ્યા સંકુલ માં શનિવાર ના રોજ સંપન્ન થયું. શ્રી ભરત ભાઈ વી માલી (પ્રમુખ), ડૉ પ્રદ્યુમ્ન બી અગ્રવાલ (મંત્રી), શ્રી રમેશ ભાઈ શાહ (ખજાનચી) તથા શ્રીમતી આશાબેન ઠક્કર (મહિલા સાયોજીકા) એવમ અન્ય પ્રકલ્પ ના કારોબારી મંડળ ની શપથગ્રહણ વિધિ કરવામાં આવી. કાર્યક્રમ ની સુરુઆત વંદેમાતરમ્ ગાન, તથા મહેમાન શ્રી દ્વારા દીપ પ્રગટ્યા દ્વારા કરવા માં આવી. મેહમાન શ્રી પ્રવીણ ભાઈ માલી, શ્રીમતી રાજુલ બેન દેસાઈ,સંતશ્રી નિર્માણદાસજી, શ્રી લાલુભાઈ દેસાઈ, ડા. નવીન કાકા, ડા અજય જોશી, ડા અમિત અખાણી દ્વારા શુભ આશીર્વાદ આપવા માં આવેલ.ગત પ્રમુખ શ્રી અમરતભાઈ પઢિયાર દ્વારા ગત વર્ષ નું વાર્ષિક અહેવાલ રજૂ કરવા માં આવ્યો. પશ્ચાત નવા પ્રમુખ દ્વારા આવતા વર્ષ નું રોડમેપ એવમ મંત્રી દ્વારા આભાર વિધિ કરવા માં આવી. કાર્યક્ર્મ ના અંત માં સૌ સંગીત સંધ્યા એવમ સ્વરૂચી ભોજન નું આનંદ લીધો. મંચ સંચાલન ભાર્ગવભાઈ, લક્ષ્મણભાઈ એવમ શૈલેષભાઈ દ્વારા કરવાં માં આવ્યું.ભોજન માટેનું આયોજન ડો જગદીશભાઈ ઠકકર અને મહેશભાઈ ઉદેચા એ કર્યું હતું

