


શૈશવ રાવ . રાજપીપળાઆઠ વર્ષ દરમ્યાન કેન્દ્ર સરકાર ની વિવિધ યોજનાઓનો લાભ દેશની જનતાને કઈ રીતે મળ્યો તેની માહિતી આપી કેન્દ્ર સરકારનીઅનેક યોજનાને કારણે લોકોના જીવનસ્તરમાં સુધારો થયો તેના પગલે મોદી સરકાર લોકોના હ્રદય સુધી પહોચી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આઠ વર્ષ પુરા થતા આજે રાજપીપળા ખાતે સાંસદ મનસુખભાઇ વસાવા ની આગેવાનીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નીલ રાવ અને વિક્રમ ભાઈ તડવી,નગરપાલિકાના પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલ તાલુકા પંચાયતના પ્રમુખ હરેશ વસાવા ની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં સાંસદ મનસુખભાઇ વસાવા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આઠ વર્ષમાં કરેલા કેન્દ્રના કામોને રજૂ કર્યો હતો જણાવ્યું હતું કે સાંસદ મનસુખભાઇ વસાવાએ કેન્દ્રમાં મોદી સરકારને 8 વર્ષ પૂરા થયા. ઘરેલુ સ્તરથી લઈને વિદેશ નીતિ સુધી ભારતે એક નવું વિઝન ઊભું કર્યું જેની વિદેશમાં પણ ખુબ ચર્ચા છે. મોદી સરકારની કેટલીક યોજનાઓ પણ કામ કરી ગઈ. આ એ જ યોજનાઓ છે જેણે લોકોના જીવનસ્તરમાં સુધારો કર્યો અને તેના પગલે મોદી સરકાર લોકોના હ્રદય સુધી પહોંચીહોવાનું જણાવ્યું હતું જ્યારથી કેન્દ્રમાં મોદી સરકાર આવી છે તે આઠ વર્ષોમાં અનેક નવી યોજનાઓ શરૂ કરાઈ છે. એનડીએ સરકારે છેલ્લા 8 વર્ષ દરમિયાન જનહિત અને દેશહિતમાં અનેક પગલાં લીધા છે તથા મહત્વકાંક્ષી યોજનાઓ અને કાર્યક્રમની શરૂઆત કરી છે. આ ઉપરાંત કાર્યપદ્ધતિ, નીતિઓ અને માપદંડોમાં પણ ધરખમ ફેરફાર કર્યા છે જેમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત ૩.૫ કરોડ લોકોની સારવાર કરાવાઇ,મોદી સરકારે મફત વેકસીન વિતરણ કર્યું. ગરીબ લોકો વેકસીન ખરીદી ના શકયા હોત તો કોરોના મા મૃત્યુ પામ્યા હોત. એ ઉપરાંત મુદ્રા લોન યોજના અંતર્ગત ૩૪.૪૩ કરોડ યુવાઓને મુદ્દા લોન મળવાને કારણે ધંધો વ્યવસાય આગળ ધપાવી શકયા, તેમજ ૪૫ કરોડ જેટલા જનરલ ખાતા ખુલ્યા. એ ઉપરાંત વન નેશન વન રેશમ કાર્ડ અંતર્ગત ૨.૫ કરોડ લોકો તેનો લાભ લઇ શકયાછે.તથા ૩૧.૯૦ લાખ ની લોન સ્વનિધી યોજના અંતર્ગત મંજૂર કરાઇ હોવાનું પણ જણાવ્યું હતું એ ઉપરાંત જાહેર મા શૌચ ક્રિયા માટે બહાર ના જવું પડે તે માટે ૧૧ કરોડ થી વધુ શૌચાલય નુ નિર્માણ કરીને મહિલાઓ શરમિંદગી થી બચ્યા સાથે રોગ મુક્ત પણ થયા સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાથી પ્રજાને થયેલ લાભો અંગે પીએમ મોદીની યોજના અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત યોજના કેન્દ્ર સરકારનો એક ફ્લેગશિપ કાર્યક્રમ છે. ગરીબોને વિના મૂલ્યે સારી સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે. આ યોજના અંતર્ગત ગરીબી રેખા (BPL) નીચે આવતા પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સ્વાસ્થ્ય વીમા સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજના હેઠળ 10 કરોડ પરિવારોના 50 કરોડ સભ્યોને લાભ મળવાનો સરકારનો દાવો છે. પીએમ મોદીએ પોતે કહેલું છે કે આ યોજના હેઠળ ગંભીર બીમારીઓની સારવા માત્ર સરકારી નહીં ખાનગી હોસ્પિટલોમાં પણ થઈ શકશે. જનધન યોજનાનો હેતુ દેશના દરેક નાગરિકને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાનો છે. યોજનાની શરૂઆત 15 ઓગસ્ટ 2014 ના રોજ થઈ હતી. વચેટિયાઓનો ત્રાસ દૂર કરવામાં આ યોજનાએ ભાગ ભજવ્યો છે કારણ કે ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર સ્કીમની સફળતા પાછળ આ યોજના કારણભૂત છે. અત્યાર સુધીમાં 45 કરોડથી વધુ ખાતા આ યોજના હેઠળ ખુલ્યા છે. કોરોનાકાળમાં મહિલાઓને જે રાહત મોકલવામાં આવી તે સીધી આ ખાતાઓ દ્વારા તેમને હાથોહાથ મળી. લોકોને હવે બધો લાભ સીધો તેમના સુધી પહોંચી શકે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામા કોરોનાકાળમાં શરૂ થયેલી આ યોજનાઓ ગરીબોને ખુબ રાહત આપીછે . દેશમાં કોઈ ભૂખ્યું ન રહે તે સરકારનો આ યોજના પાછળનો હેતું હતો. આ યોજનાનો લાભ 80 કરોડ લોકો લઈ રહ્યા છે. લાભાર્થીને આ યોજના હેઠળ 5 કિલોથી વધુ અનાજ અપાય છે. સ્વચ્છ ભારત મિશન પ્રધાનમંત્રી મોદીની આ યોજના વિશ્વસ્તરે ખ્યાતિ પામી. એટલે સુધી કે પાડોશી પાકિસ્તાને પણ તેનું અનુકરણ કર્યું હતું. આ અભિયાન હેઠળ સ્વય્છતાને પ્રોત્સાહ આપવા માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વિના મૂલ્યે શૌચાલયોનું નિર્માણ થઈ રહ્યું છે. એ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાપ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત 2015માં થઈ હતી. આ યોજના હેઠળ ગરીબ લોકોને ઘર બનાવવામાં મદદ કરવામાં આવે છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લોકોને ઘર અપાય છે.મોદી સરકારે આ યોજના હેઠળ વર્ષ 2022 સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ ઘર આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જયારે ઉજ્જવલા યોજના આ યોજના ગ્રામીણ મહિલાઓમાં અત્યંત લોકપ્રિય છે એમ મનાય છે. જે હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને રાંધણ ગેસ કનેક્શન મફતમાં ઉપલબ્ધ કરાવાય છે.. કેન્દ્ર સરકારનો દાવો છે કે 25 એપ્રિલ 2022 સુધીમાં 9 કરોડ કરતા પણ વધુ કનેક્શન અપાયા. યોજના હેઠળ કેન્દ્ર સરકાર તમામ BPL અને APL રાશન કાર્ડ ધારક પરિવારની મહિલાઓને 1600 રૂપિયાની આર્થિક મદદ પણ આપે છે. જળ જીવન મિશનમા 2024 સુધીમાં ઘર ઘર સુધી સ્વચ્છ પાણી પહોંચાડવાનું મોદી સરકારનું લક્ષ્ય છે. યોજનાનો લક્ષ્યાંક પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 55 લીટર પીવા યોગ્ય પાણી ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના હેઠળ દેશભરમાં થઈને વર્ષ 2022-23 સુધીમાં 3.8 કરોડ પરિવારો સુધી સ્વચ્છ પાણી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. જયારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ લોકોને ઘર બનાવવામાં મદદ કરવામાં આવે છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લોકોને ઘર અપાય છે.મોદી સરકારે આ યોજના હેઠળ વર્ષ 2022 સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ ઘર આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તો ઉજ્જવલા યોજનાઆ યોજના ગ્રામીણ મહિલાઓમાં અત્યંત લોકપ્રિય છે એમ મનાય છે. જે હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને રાંધણ ગેસ કનેક્શન મફતમાં ઉપલબ્ધ કરાવાય છે.25 એપ્રિલ 2022 સુધીમાં 9 કરોડ કરતા પણ વધુ કનેક્શન અપાયા. યોજના હેઠળ કેન્દ્ર સરકાર તમામ BPL અને APL રાશન કાર્ડ ધારક પરિવારની મહિલાઓને 1600 રૂપિયાની આર્થિક મદદ પણ આપે છે. જયારે જળ જીવન મિશન 2024 સુધીમાં ઘર ઘર સુધી સ્વચ્છ પાણી પહોંચાડવાનું મોદી સરકારનું લક્ષ્ય છે.યોજનાનો લક્ષ્યાંક પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 55 લીટર પીવા યોગ્ય પાણી ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના હેઠળ દેશભરમાં થઈને વર્ષ 2022-23 સુધીમાં 3.8 કરોડ પરિવારો સુધી સ્વચ્છ પાણી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હોવાનું જણાવ્યું હતું.
