
– પુત્રવધુના છુટાછેડા માટે ભુવાએ સસરા પાસેથી સોપારી લીધી.
– છાંટબાર પરિવારે ભુવાને લમધારી નાખ્યો.
– ભુવો ૧૦૦૦ થી એક લાખ સુધીની ફી વસુલતો.
– ભુવો કાળા–ધોળાથી સંતાન પ્નાપ્તિ આપતો હોવાનું કબુલ્યું.
– વિજ્ઞાન જાથાની ખબર પડતા સસરા ફરાર, સાસુ રડવા લાગ્યા.
– કાયમી ધતિંગલીલા બંધની કબુલાત આપી માફી માગી લીધી.
– ભુવાથી છેતરાયેલા લોકો જાથાને માહિતી આપવા અનુરોધ.


રાજકોટમાં ર૦ વર્ષથી દોરા–ધાગા, કાળા જાદુથી સંતાન પ્નાપ્તિ કરાવનાર ભુવો નરેન્દ્ર હીરાલાલ કકૈયાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ૧ર૦પ મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભુવાએ કાયમી ધતિંગલીલા બંધની જાહેરાત આપી માફી માંગી લેતા મામલો થાળે પડયો હતો. ભુવાને છાંટબાર પરિવારે રીતસર લમધારી નાખ્યો હતો. જાથાના કારણે પરિવારો વચ્ચે સુખદ મિલન થયું હતું. બનાવની વિગત પ્નમાણે મોરબી રોડ ફાટક પાસે રાજલક્ષ્મી સોસાયટી શ્રીમદ્દ આંગન એપાર્ટમેન્ટમાં રહેતા જયેશ છાંટબારે પોતાની આપવિતી જાહેર કરતાં ભુવો નરેન્દ્ર હીરાલાલ ગુજરાત હાઉસીંગ બોર્ડ, આકાશદીપ શેરી નં. ૧ર માં રહે છે. જોવાનું, દુ:ખદર્દ મટાડવાનું, કાળા–ધોળાથી સંતાન પ્નાપ્તિ, સ્વપ્નમાં આવેલ હકીકત દોરા કે હકિકતથી ઉપચારનું કામ કરે છે. છેલ્લા અઢી વર્ષથી હેરાન કરે છે. પિતા જસવંતભાઈ અંધશ્રદ્ધામાં આવવાથી ભુવા પાસે જાય છે. અમારા બંને ભાઈઓની જીંદગી વેરણ–છેરણ, દુષ્કર બની ગઈ છે. ઘરમાં ભુવાના કારણે અશાંતિ રહે છે. અંદરોઅંદર ઝઘડા કરાવે છે. પતિ–પત્નિના છુટાછેડા સુધી વાત પહોંચી ગઈ છે. કાળો દોરો માટે પુત્રવધુ એકતા ઉપર આળ નાખે છે. બંને ભાઈઓનું દામ્પત્ય જીવન જોખમમાં છે. ભુવાથી બચાવવા જાથાની મદદ માંગી હતી. ઘરમાંથી કોઈ એકનો આપઘાત થાય તે પહેલા પર્દાફાશથી વાત મુકી હતી. જાથામાં ભુવા વિશે માહિતી આપતા ખરાઈ કરતાં ભુવો નરેન્દ્ર કકૈયા છેલ્લા ર૦ વર્ષથી વધુ જોવાનું, દુ:ખ–દર્દ મટાડવાનું, છુટાછેડા કરી આપવાનું, નડતર, કાળા જાદુની વિધિથી ધાર્યું પરિણામ આપવાની લાલચ આપી રૂપિયા ૧૦૦૦ થી એક લાખની ફી વસુલતો હોવાની હકિકત બહાર આવી હતી. દાણા જોવામાં માહિર હતો. રોગ મટાડવા, નવયુગલના છુટાછેડા ચપટી વગાડતા કરતો હોવાની શેખી મારે છે. મજુરીથી કંટાળી દોરા–ધાગાના રવાડે ચડી ગયાની હકિકત બહાર આવી હતી. દુ:ખી લોકો પાસે રૂપિયા પડાવતા હોવાની માહિતી સાચી નીકળી હતી. જસવંતભાઈ વસંતલાલ છાંટબાર ભુવાના ઘરે અવારનવાર જતા હતા. ભુવાએ પુત્રવધુ એકતાના છુટાછેડા માટે સોપારી લીધી હતી. ઘરમાં કાળા દોરા દેખાઈ છે તે સંબંધી ઝઘડાઓ, કંકાસની હકિકત બહાર આવી હતી. ભુવાથી અનેક પરિવારો પાયમાલ થઈ ગયાની પીડિતોએ કેફીયત આપી હતી. ભુવાને ઘરે બોલાવી, વિજ્ઞાન જાથાને સાથે રાખી સચ્ચાઈ માટે નક્કી કરવામાં આવ્યું હતું. ભુવાને રૂપિયાની લાલચ આપી બોલાવવાનું નક્કી થયું. જયેશ છાંટબાર ભુવા નરેન્દ્ર કકૈયા ઘરે પહોંચી કાળા દોરાની બબાલ ચાલે છે. તેથી ઘરે વિધિ કરવા બોલાવેલ. ભુવો વાતમાં આવી જતા રાજલક્ષ્મી સોસાયટી શ્રીમદ્દ આંગન એપાર્ટમેન્ટમાં પહોંચી ગયો. વિજ્ઞાન જાથાને પણ જાણ કરવામાં આવી. ભુવો નરેન્દ્ર વિધિ કરે તે પહેલા છાંટબાર પરિવારે ભુવા નરેન્દ્રની રીતસર ધોલાઈ કરી નાંખી. જયેશના મિત્રોમાં દિનેશ સાબલીયા, રણછોડ રોજાસરા, દિપક ચૌહાણ, અન્ય મિત્રો પણ આવી ગયા. ભુવાને અજુગતુ લાગતા શરણાગતિ સ્વીકારી લીધી. વિજ્ઞાન જાથાની ખબર પડતા ઘરના મોભી જસવંતભાઈ કીધા વગર જતા રહ્યા. તપાસ કરતાં રફુચક્કર થઈ ગયા. જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ ભુવાને પરિચય આપી દોરા–ધાગના ધતિંગ કાયમી બંધ કરાવવા આવ્યા છીએ. ભુવાએ માર ખાઈ લીધો હોવાથી પહેલેથી નરમ પડી ગયા હતા. ભુવાની કપટ કુંડળી રજૂ કરી દીધી. મજૂરી કામ ગમતું ન હોવાથી દોરા–ધાગાના રવાડે ચડી ગયા છે તે અંધશ્રદ્ધા સાથે ઘાતક છે. દાણા જોવા, દુ:ખ–દર્દ મટાડવાનું, સંતાન આપવાનું ડીંડક કરો છો તે બંધ કરો. પુત્રવધુ તન્વીને ત્રીજી દિકરી આવશે તે ભવિષ્યવાણીની જાણ કરવી, ચોરીનું ખોટું આળ મુકવું, કાળા–ધોળાથી સંતાન પ્નાપ્તિ કેવી રીતે કરો છો ? ભુવો નરેન્દ્ર ઢીલોઢફ થઈ ગયો. શરીરના અંગો કામ કરતા બંધ થઈ ગયા. થોડીવારે હિંમત આપવી પડી. જસવંતભાઈ વારંવાર આવતા હોવાથી છૂટાછેડાનું બીડું લીધું હતું. આજે મારે માર ખાવાનો અવસર થયો. જાથાને ઘૂંટણીએ પડી એકવાર માફી આપવા કરગરવા લાગ્યો. ખત્રી પરિવારના નીતાબેન અને જસવંતભાઈ અંધશ્રદ્ધામાં ભારોભાર આવી ગયાની હકિકત બહાર આવી હતી. નીતાબેન વારંવાર રડવાનું રોકી શકયા ન હતા. પોલીસ ઘરે આવે નહિ તે માટે જાથાને વાત મુકતા હતા. ખાનદાન બંને પુત્રવધુઓએ જાથાને સહકાર આપ્યો હતો. ભુવાને એકવાર માફી આપવા જાથાને વાત મુકી હતી. કબુલાતનામામાં પોતાના હાથે લખાણ મરજીથી લખતા હું નરેન્દ્ર હીરાલાલ કકૈયા, ઉ.વ. પપ, મજુરી કામ, રહે. આકાશદીપ શેરી નં. ૧ર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, રાજકોટ ખાતે રહું છું. લોકોના દુ:ખ–દર્દ, દાણા જોવાનું, ચોરીનું ખોટું આળ મુકવાનું, છુટાછેડાના હવાલા, કાળાજાદુનું કામકાજ બંધની જાહેરાત કરું છું. માફી માંગી જોવાનું બંધની જાહેરાત કરૂં છું. ભુવાએ જસવંતભાઈ પાસે જયેશના પ્નેમલગ્ન હોય તેને છુટાછેડા માટેની સોપારી લીધી હતી અને ત્રીજી દિકરીની ભવિષ્યવાણીને કારણે ભુવાનો ભાંડાફોડ થયો હતો. જાથાના પર્દાફાશની શ્રેષ્ઠ કામગીરીમાં અંકલેશ ગોહિલ, દિનેશ સાબલીયા, રણછોડ રોજાસરા, દિપક ચૌહાણ, પરિવારના એકતાબેન, જયેશ છાંટબાર, તન્વીબેન, પ્નશાંતભાઈ, અજયભાઈ તેમજ સ્થાનિક પડોશીઓએ મદદ કરી હતી. દોરા–ધાગા, તાંત્રિક વિધિથી છેતરાયેલા લોકોએ મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

