


રિપોર્ટ :-બીના પટેલ
આણંદ ખાતે આઇકોનિક વીક અંતર્ગત ક્રેડીટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો વિવિધ ૩૭ જેટલી બેન્કો દ્વારા જિલ્લાના ૨૭૦૦થી વધુ લાભાર્થીઓને રૂા. ૧૯૬ કરોડથી વધુની લોન-ધિરાણના ચેક-સાધન એનાયત કરવામાં આવ્યા
હતા. કાર્યક્રમ અંતર્ગત સ્ટેજ પરથી ૩૦ લાભાર્થીઓને ચેકોનું વિતરણ કરાયું હતું સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે MSME ઉદ્યોગો સહિત ખેતી, હોમ લોન સહિત જેમ કિસાનોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે તેમ પશુપાલન અને મત્સ્યપાલન વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેવી વ્યકિતઓને પણ ક્રેડિટ કાર્ડ આપીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સાકાર કરવાની સાથે આત્મનિર્ભર ભારતની સાથે વ્યકિત પણ નિર્ભર બને તેવા પ્રયાસો કરવા બેન્કોએ કરવા જોઇએ તેમ જણાવ્યું હતું.
આણંદ ટાઉનહોલ ખાતે લીડ બેન્ક બેન્ક ઓફ બરોડના ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૩૭ જેટલી બેન્કો દ્વારા ક્રેડીટ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ખેતી, MSME, હોમ લોન, કાર લોન, સ્ટાર્ટઅપ, કિસાન ક્રેડિટ કાર્ડ સહિત વિવિધ યોજનાના અંદાજે ૨૭૦૦ થી લાભાર્થીઓને રૂા. ૧૯૬ કરોડથી વધુ લોન-ધિરાણનાચ ચેક-સાધન એનાયત કરવાના યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી ૩૦ લાભાર્થીઓને સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી સહિત વિવિધ બેન્કોના ઉચ્ચાધિકારીઓના હસ્તે લોન-ધિરાણના ચેક અને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રી મિતેષભાઇ પટેલે વિશ્વમાં ભારત દેશ ડીજીટલ ઇન્ડિયા બની રહ્યું છે તેમ ડીજીટલ કરન્સી બને તેવા પ્રયાસો કરવા તેમજ જિલ્લાના નાગરિકોને હોમ લોન સરળતાથી મળી રહે તેવી સુચારૂં વ્યવસ્થા ગોઠવવી કે જેથી ફરિયાદને કોઇ અવકાશ ન રહે તેવું સૂચન કરી નાગરિકોને તેઓના પોતાનું ઘરનું સપનું સાકાર થાય તેવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સપનું સાકાર થાય તેવા તેવા પ્રયાસો કરવા પર ભાર મૂકયો હતો. શ્રી પટેલે MSME સેકટરને વધુ પ્રોત્સાહન આપવાથી નવી રોજગારીનું સર્જન થશે તેમ જણાવી ગ્રામીણ ક્ષેત્રમાં ગ્રામ્ય નાગરિકોને શિક્ષણ, આરોગ્ય, ખેતી, હોમ જેવી વિવિધ લોન સરળતાથી મળી રહે તેવા પ્રયાસો કરવાની સાથે યુવાઓથી નવ ભારતનું સર્જન થતું હોઇ યુવાઓને પ્રોત્સાહિત કરવા બેન્કોને અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં બેન્કના અધિકારીઓને લોન-ધિરાણ અને બેન્કોની સેવાઓ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની સાથે જિલ્લાના નાગરિકો પોતાનો વ્યવસાય-ઉદ્યોગ શરૂ કરી શકે તે માટેના પ્રયાસો કરવા જણાવ્યું હતું. શ્રી દક્ષિણીએ ખેતી, MSMEની સાથોસાથ કિસાન ક્રેડિટ કાર્ડની જેમ પશુપાલન અને મત્સ્યપાલન સાથે સંકળાયેલ વ્યકિતઓને પણ ક્રેડિટ કાર્ડ હેઠળ હજુ પણ વધુને વધુ લાભાર્થીઓને આવરી લેવાની અપીલ કરી સમગ્ર ગુજરાતમાં આણંદ જિલ્લો અગ્રેસર રહે તેવા પ્રયાસો કરવા સુચવ્યું હતું. તેમણે વધુમાં આજે જે વ્યકિતઓને લોન-ધિરાણ પ્રાપ્ત થયેલ છે તેવા તમામ લાભાર્થીઓ પોતાના ક્ષેત્રમાં આગળ વધતા રહે તેવી શુભકામના પાઠવી સમયસર લોન ભરપાઇ કરવાની શીખ આપી વધુ મોટી લોન પ્રાપ્ત કરી જે તે ક્ષેત્રમાં વધુ ઉંચાઇ હાંસલ કરવા જણાવ્યું હતું. પ્રારંભમાં આણંદ બેન્ક ઓફ બરોડના ચીફ મેનેજર, લીડ ડિસ્ટ્રીકટ મેનેજર શ્રી પ્રદીપ ચૌહાણએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકારી ક્રેડીટ આઉટરીચ કાર્યક્રમની વિગતો આપી હતી જયારે અંતમાં આણંદ રિજિયનના રીજયોનલ હેડ
શ્રી અરવિંદ વિમલએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે વિવિધ બેન્કો દ્વારા ટાઉનહોલ ખાતે બેન્કો દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા જેનો નાગરિકોને લાભ લીધો હતો. આજે ૩૭ જેટલી વિવિધ બેન્કો દ્વારા ક્રેડીટ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત લોન-ધિરાણ આપવામાં આવી હતી તેમાં MSME સેકટરના ૪૫૯ લાભાર્થીઓને રૂા. ૫૪.૦૮ કરોડ, ખેતીના ૮૮૦ લાભાર્થીઓને રૂા. ૨૯.૮૩૫ કરોડ, રીટેલના ૧૩૫૩ લાભાર્થીઓને રૂા. ૯૮.૦૭૯ કરોડનો સમાવેશ થાય છે. આ પ્રસંગે સારી કામગીરી બેન્ક કર્મચારીઓ તથા વિવિધ બેન્કોના બેન્ક મિત્રોને સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી સહિત ઉપસ્થિત વિવિધ બેન્કોના અધિકારીઓના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જયારે એક લાભાર્થી કે જેમને ટ્રેકટર માટે લોન લીધી હતી તેમને ટ્રેકટરની ચાવી પણ અર્પણ કરી હતી.
આ પ્રસંગે યુબીઆઇ, આણંદના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી નિરજ સિંઘ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના રીજયોનલ હેડ શ્રી સંતોષ મહેતા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર સૂરત ઝોનના એજીએમ અને ઝોનલ મેનેજર શ્રી મિથિલેશકુમાર પાંડે, બેન્ક ઓફ ઇન્ડિયા વડોદરા ઝોનના ડેપ્યુટી ઝોનલ મેનેજર શ્રી કુમારસિંઘ, રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અમદાવાદના એલડીઓ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી મશિ ચૌધરી સહિત વિવિધ બેન્કોના મેનેજરશ્રીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

