ગુજરાત રાજયના સમસ્ત રબારી સમાજના યાત્રાધામ એવા દૂધઇધામ ખાતે પૂજય રામબાલદાસબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ શૈક્ષણિક સન્માન સમારોહ

સુરેન્દ્રનગર : તાજેતરમાં જિલ્લાના ચોટીલા, થાનગઢ તેમજ મૂળી એમ ત્રણ તાલુકાના સમસ્ત રબારી સમાજ દ્રારા આયોજીત તેજસ્વી વિદ્યાર્થી ભાઇઓ-બહેનો, વિશિષ્ઠ સિધ્ધિ મેળવનાર તેમજ સરકારશ્રીના વિભિન્ન વિભાગોમાં નોકરીએ સામેલ થનાર કર્મચારીશ્રીઓને સન્માનિત કરવાનો સન્માન સમારોહ, ગુજરાત રાજયના સમસ્ત રબારી સમાજની આસ્થાનુ કેન્દ્ર અને પાવન યાત્રાધામ એવા દૂધઇધામ મુકામે, પૂજય મેઘમંડલેશ્વર મહંતશ્રી રામબાલદાસબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં સાર્થક રીતે યોજાઇ ગયો, જેમાં મેસરીયાધામના મહંતશ્રી બંસીબાપુ, કોઠારી સુંદરદાસજી મહારાજ અને મગનીરામ મહારાજ, ડેપ્યુટી કલેકટરશ્રી વિરેન દેસાઇ – રાજકોટ અને શ્રી પ્રિયાંક ગલચર – ચોટીલા, જાણીતા તબીબશ્રી ડો. તેજસ કરમટા – રાજકોટ, મામલતદારશ્રી શૈલેષ દેસાઇ – ચોટીલા, શ્રમ અધિકારીશ્રી દેવાભાઇ બલ્યા – ભાવનગર, વેરા અધિકારીશ્રી ભરત જીડ – રાજકોટ, દૂધ – સંઘના ચેરમેનશ્રી ભોળાભાઇ રબારી – બોટાદ, સુરસાગર ડેરીના વાઇસ ચેરમેનશ્રી અલ્પેશભાઇ સાંબડ – ચોટીલા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રી ડો. રણછોડભાઇ બી. નાંગર – થોરીયાળી, શ્રી ગેલાભાઇ રબારી – ઇશ્વરીયા, શ્રી ભોજાભાઇ નાંગર – થોરીયાળી, શ્રી અજયભાઇ સાંબડ – ચોટીલા, સરપંચશ્રી ભગવાનભાઇ સાંબડ – દૂધઇ, શ્રી શામળાભાઇ રબારી – સોનગઢ, શ્રી વિહાભાઇ રોજીયા – કળમાદ, એડવોકેટશ્રી હરેશભાઇ ભાડકા – સુરેન્દ્રનગર, શ્રી જેઠાભાઇ કે. આલ અને શ્રી નારણભાઇ આલ – નોલી, શ્રી રાજાભાઇ ભાડકા – સુરેન્દ્રનગર, શ્રી હાજાભાઈ રબારી – થોરીયાળી, શ્રી મેરૂભાઇ રબારી – દેવપરા, શ્રી હિરાભાઇ ધિયડ – ખીટલા ઉપરાંત સ્થાનિક વિસ્તારના અનેક આગેવાનો-સહિત, સમાજના વિભિન્ન ક્ષેત્રના નામાંકિત વ્યકિત-વિશેષશ્રીઓ આ યજ્ઞરૂપી કાર્યક્રમમાં સહભાગી થયા હતા, જે પૈકી કેટલાકે સમાજના વિકાસ માટે પોતાના વિચારો અને અનુભવો પણ વ્યકત કર્યા હતા. ટીકર નેસની બાળાઓ મારફતે સ્વાગત-ગીત તેમજ દૂધઇ નેસના ભાઇઓએ સાંસ્ક્રુતિક કાર્યક્રમ પોતાના સ્થાનિક પહેરવેશમાં રજુ કરેલ હતો. ખાસ તો સમાજના સારા અને સુધારવા જેવા પાસાઓને ધ્યાને લઇને તેમજ આવનાર સમયને લક્ષે લેતાં, પૂજય મેઘમંડલેશ્વર મહંતશ્રી રામબાલદાસબાપુએ સૌ સહભાગીઓને રાષ્ટ્ર-નિર્માણમાં એક નાગરિક તરીકે યથાયોગ્ય યોગદાન આપવા અંગે પ્રેરક પ્રવચન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. વિશેષમાં રોજગાર વિભાગ – સુરેન્દ્રનગરના સહયોગથી ધોરણ 10, 12 તેમજ સ્નાતક થયા પછીની કારકિર્દી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આ તબક્કે ઉપસ્થિત બહોળી જનમેદની આવકારતા નાયબ મામલતદારશ્રી બીજલભાઇ ત્રમટા – દૂધઇએ સ્વાગત – પ્રવચન તેમજ સૌ પ્રત્યે આભારની લાગણી તલાટી-કમ-મંત્રીશ્રી વાઘાભાઇ ગોયલ – રેશમિયા મારફતે વ્યકત કરી હતી. કાર્યક્રમનું સફળ-સંચાલન ડો. ડી. બી. દેસાઇ – એડ્વોકેટ – ગુજરાત હાઇકોર્ટ – અમદાવાદ દ્રારા કરવામાં આવેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સમાજના આ શૈક્ષણિક કાર્યને હેતુલક્ષી બનાવવા માટે સર્કલ ઓફિસરશ્રી કરમશીભાઇ ધિયડ – પલાસા, શ્રી જીવાભાઇ ખાંભલા – ખાટડી, શ્રી શેખાભાઇ સાંબડ – દુધઇ, શ્રી સામતભાઇ ત્રમટા – સોનગઢ, શ્રી લાલાભાઇ ખટાણા – ચોટીલા, શ્રી કરમશીભાઇ લોહ – ખાખરાથળ, શ્રી લાલાભાઇ ખટાણા – થાનગઢ, શ્રી માત્રાભાઇ રાઠોડ – મેવાસા, શ્રી મુનાભાઇ ખટાણા – ગઢેચી, શ્રી અર્જુનભાઇ રાયકા – નવાગામ શ્રી વિપુલભાઇ ઘાંઘળ – મોલડી, શ્રી મેરૂભાઇ રબારી તેમજ ત્રણેય તાલુકાની “યુવા ટીમ” ના સૌ સભ્યો અને શુભેચ્છકોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM