આણંદ જિલ્લા ના ખંભાત તાલુકાના પીપળોઈ પંચાયત ઘર થી હરીનાથ મહાદેવ મંદિર રોડ રસ્તા નું ખાતમહૂર્ત કર્યું.

રિપોર્ટ : બીના પટેલ

આણંદ જિલ્લા માં ₹ 1 કરોડ 24 લાખ જેટલી માતબર રકમ ફાળવી મંજુર થયેલ ખંભાત તાલુકાના પીપળોઇ પંચાયત ઘર થી હરીનાથ મહાદેવ મંદિર નોન-પ્લાન રસ્તાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદસિંહ સિંધા, જી.પં આરોગ્ય સમિતિ ચેરમેન હેમાબેન મનીષભાઈ પટેલ, જી.પં સભ્ય વિનોદભાઈ ઠાકોર, તા.પં સભ્ય રમેશભાઈ ડોઢિયા અને નિલકંઠભાઈ સોલંકી, પૂર્વ મહામંત્રી પ્રકાશભાઈ રબારી, યુવા મોરચાના મહેશ પટેલ તેમજ વિજયભાઈ પટેલ, મફતભાઈ પટેલ, અશ્વિનભાઈ રબારી, મગનભાઈ ઠાકોર, પૂજાકાકા સહિતના સ્થાનિક આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *