રાજકોટ તાલુકાની “આયુષ્યમાન હેલ્થ કાર્ડ” ઈશ્યુ કરવાની નોંધપાત્ર કામગીરી

છેલ્લા ત્રણ મહિનામાં ૪૨ હજારથી વધુ “આયુષ્યમાન હેલ્થ કાર્ડ” ઈશ્યુ કરાયા

રાજકોટ

કેન્દ્ર સરકારે જન-જનના આરોગ્યની સુખાકારી માટે “પ્રધાનમંત્રી જન આરોગ્ય” યોજના અમલી બનાવી છે. આયુષ્યમાન હેલ્થ કાર્ડ હેઠળ લોકોને આરોગ્યની રૂપિયા ૫ લાખ સુધીની નિ:શુલ્ક સારવાર પુરી પાડવામાં આવે છે. ત્યારે રાજકોટ જિલ્લામાં આ યોજનાનો લાભ છેવાડાના માનવીને મળે તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ આયુષ્યમાન હેલ્થ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. જે સંદર્ભે રાજકોટ તાલુકો આયુષ્યમાન હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવાની કામગીરીમાં કરવામાં મોખરે છે. જૂન મહિનામાં ૧૭,૫૦૦ થી વધુ કાર્ડ ઈશ્યુ કરીને અરજદારોને ઘરે પહોંચાડવામાં આવ્યા છે. તેમજ છેલ્લા ૩ મહિનામાં ૪૨ હજારથી વધુ આયુષ્યમાન હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે તેમ રાજકોટ તાલુકા વિકાસ અધિકારીશ્રી એન.એમ તરખાલાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધાઓ સાથે સરકારી હોસ્પિટલોમાં આયુષ્યમાન હેલ્થ કાર્ડ અંતર્ગત ગંભીર બિમારીઓનું યોગ્ય નિદાન કરીને અત્યાર સુધી અનેક લોકોને નવી જિંદગી આપવામાં આવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *