ગાંધીધામ ખાતે આવેલ સમર્પણ લેબોરેટરી દાતાશ્રીના સહયોગ થકી અદ્યતન બની

રીપોર્ટ- જીગર સચ્ચદેવ (બ્યુરો ચીફ ગાંધીધામ)
ગાંધીધામ ખાતે આવેલી સમર્પણ લેબોરેટરી માં માનનીય ઉદ્યોગપતિ અને મહાન દાતાશ્રી સુરેશભાઈ જજોદિયા (તિરુપતિ રિલ્શ પ્રાઇવેટ લિમિટેડ) તરફથી ભારત વિકાસ પરિષદ તથા અગ્રવાલ સમાજ ગાંધીધામ દ્વારા સંચાલિત સમર્પણ લેબોરેટરીમાં હાર્મોન્સ અને વિટામિન એનેલાઇઝર મશીન અર્પણ કરવામાં આવ્યું. આ મશીન દ્વારા મોટાભાગે બધા જ પ્રકારના હાર્મોન જેમ કે થાયરોડ વગેરે અને વિટામીન્સ જેવા કે B-12 .D-3 વગેરેના રિપોર્ટો અત્યંત વ્યાજબી દરે થઈ શકશે આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો સભ્યો અગ્રવાલ સમાજના મોભીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી અને દાતાશ્રીનું સન્માન કરી અને આભાર વ્યક્ત કર્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *