



ગુજરાત પ્રદેશ ભરતીય જનતા પાર્ટી ના માનનીય અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી, પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોન ના પ્રભારી શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી અને વલસાડ જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના માનનીય પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારાજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ ધારાસભ્ય શ્રી ભરતભાઇ પટેલ ની આગેવાની હેઠળ કોંગ્રેસના લોકસભાના પક્ષના નેતા શ્રી અધિર રંજન ચૌધરી દ્વારા પ્રથમ મહિલા આદિવાસી મહામહીમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માટે અશોભનીય શબ્દોનો પ્રયોગ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં આજરોજ સાંજે વલસાડ શહેર ના આઝાદ ચોક ટાવર ખાતે અધિર રંજન ચૌધરી નું પૂતળું બાળી તેમના વિરુધ્ધ સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ તબક્કે વલસાડ જીલ્લા ભાજપ ના ખજાનચી રાજેશ ભાનુશાલી,જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશ પટેલ,પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી ઈલિયાસ મલેક,વલસાડ જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ મનુભાઈ પટેલ,વલસાડ નગરપાલીકા ના પ્રમુખ શ્રીમતી કિન્નરીબેન પટેલ,જીલ્લા મીડીયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે,વલસાડ શહેર મહામંત્રીશ્રી ધર્મીન દેસાઈ,તેમજ યુવા મોરચા હોદેદારો,કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
