૧૭૦-મહુવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મુકનાર આયોજકો પાસે જાળવણીની બાંહેધરી લેવાની રજુઆત કરવામાં આવી.

રીપોર્ટ : મયુર પટેલ  

હુવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા દ્વારા ૯મી ઓગષ્ટ “ વિશ્વ આદિવાસી દિવસ “ UNO તરફથી જાહેર થયેલો દિવસ છે અને તે દિવસે કેટલાક આદિવાસી પંચો અને આયોજકો બુહારી તા.વાલોડ જિ.તાપી ખાતે આદિવાસી સમાજનો ગૌરવ અને ભગવાન તરીકે માનતા બિરસા મુંડા ભગવાનની પ્રતિમા બુહારી સર્કલ પર મુકનાર છે. પરંતુ બુહારી સર્કલ વાપી-શામળાજી સ્ટેટ ફોર લેન હાલ સસ્તાની કામગીરી ચાલી રહી છે અને ચાલુ કામગીરીએ તમામ સર્કલો આર. એન્ડ બી. વિભાગ તરફથી તોડીને આધિનિકરણ પ્લાનિંગથી ફોર લેન રસ્તાનું કામ ચાલે છે. ભવિષ્યમાં સર્કલ તૂટનાર હોય એ જાણતા હોવા છતા આયોજકો બુહારી સર્કલ પાસે આયોજકો પ્રતિમા મુકવાનો આગ્રહ રાખી રહ્યા છે. ધારાસભ્યશ્રી પોતે એક આદિવાસી સમાજના લોકલાડિલા ધારાસભ્ય છે જેઓ સમગ્ર આદિવાસી સમાજની આસ્થાને ધ્યાને લેતાં બુહારી સર્કલ પર બિરસા મુંડા ભગવાનની પ્રતિમા મુકનાર આયોજકો પાસે જાળવણી, દેખરેખ અને પ્રતિમાને નુકસાન ન થાય એવી લેખીત બાંહેધરી લેવામાં આવે એવી માંગ કરી હતી. વધુમાં મહુવા ધારસભ્યશ્રી દ્વારા ભવિષ્યમાં આદિવાસી સમાજના ભગવાનની પ્રતિમાને કોઈ પણ જાતનું નુકશાન ન થાય અને  આદિવાસી સમાજની લાગણી ન  દુભાઈ તે માટે તકેદારીના ભાગરૂપે પ્રતિમા મુકનાર આયોજકો પાસે લેખિત બાંહેધરી લેવાં વાલોડ મામલતદાર અને પી.એસ.આઈ.ને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *