રાષ્ટ્રભક્તિના માહોલ સાથે સોનગઢ મુકામે ૧૧૦૭ ફૂટ તિરંગા યાત્રા યોજાઈ

‘હર ઘર તિરંગા’ અભિયાનના જન આંદોલનમા જાેડાતા ડો.આરતીબેન ભીલ આરતીબેન ભીલ

હર ઘર તિરંગા’ અભિયાનના જન આંદોલનમા સોનગઢ મુકામે યોજાયેલી તિરંગા યાત્રામા ડો.આરતીબેન ભીલ, તાપી જિલ્લાના તમામ પોલીસ અધિકારીશ્રીઓ, નિઝરના ધારાસભ્યશ્રી, તાપી કલેક્ટરશ્રી, પદ્મશ્રી રમીલાબેન ગામીત, શાળાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી, શિક્ષકો, વહીવટીઓ તેમજ જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓના બાળકો, નગરજનો વિગેરે જાેડાયા હતા. રાષ્ટ્રભક્તિના ગાન સાથે ડી.જે.ના સથવારે યોજાઈ. સોનગઢ મુકામે તિરંગા યાત્રાનું અદ્દભુત આયોજનને ભારે સફળતા મળી હતી. માર્ગો ઉપર છાત્ર–છાત્રાઓએ જબરદસ્ત આકર્ષણ ઉભું કર્યું હતું. ઘર ઘર તિરંગાનું અભિયાન હાથમાાં લેવામાં આવ્યું છે. સોનગઢ મુકામે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં રહીશો જાેડાયા હતા. ડો.આરતીબેન ભીલએ તિરંગા યાત્રાનું પ્નસ્થાન કરાવતા જણાવ્યું કે દેશ આખો રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં રંગે રંગાયો છે. વિશ્વની નજર ભારત ઉપર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીઘદ્રર્ષ્ટિએ પર્વમાં અનેરો થનગનાટ જાેવા મળે છે. આ કાર્યક્રમમાં આબાલ–વૃધ્ધ સહિત સમગ્ર જનતા જાેડાયા છે. શ્રીમતી આરતીબેન ભીલ, તાપી જિલ્લાના તમામ પોલીસ અધિકારીશ્રીઓ, નિઝરના ધારાસભ્યશ્રી, તાપી કલેક્ટરશ્રી, પદ્મશ્રી રમીલાબેન ગામીત, શાળાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી, શિક્ષકો, વહીવટીઓ તેમજ જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓના બાળકો, નગરજનો જાેડાઈ દેશભક્મિાં લીન થયા હતા. પ્રજાજનોને તિરંગો ધ્વજ વિનામૂલ્યે મળી રહે તે માટે જિલ્લામા કાર્યરત સામાજિક સંસ્થા પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા પ્રત્યેક ગામે રાષ્ટ્રધ્વજની વહેંચણી થઇ રહી છે, તેમ જણાવી ડો.આરતીબેન ભીલએ દેશ જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે, પ્રત્યેક નાગરિક દેશપ્રેમની ભાવનાને બળવત્ત બનાવે તે જરૂરી છે તેમ કહ્યુ હતુ. તિરંગા યાત્રાની સફળતા રાષ્ટ્રને સમર્પિત કરી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM