આણંદ જિલ્લા ના આંકલાવ ખાતે પાણી ની નવનિર્મિત ટાંકી માટે આણંદ સાંસદ નો સહયોગ

રિપોર્ટ : બીના પટેલ

આંકલાવ વિધાનસભાના ચમારા ગામે પાણીની નવનિર્મિત ટાંકી માટે લોકફળાની જરૂરિયાત હોય જે અંતર્ગત ગ્રામજનોએ સાંસદ શ્રી મિતેષભાઈ પટેલને રજુઆત કરેલ જેને લઈ સાંસદ શ્રીએ ગ્રામજનોને બહિધારી આપી હતી, સાંસદ શ્રી દ્વારા લોકફળા માટે દાતા શ્રીમતી વિનલબેન પટેલ તથા શ્રીમતી તારાબેન સુરેશભાઈ પટેલ સાથે વાત કરતા તેઓ દ્વારા દાન આપવાની તૈયારી દર્શાવી હતી જે અંતર્ગત 2 લાખ 95 હજાર રૂપિયા નો ચેક આજ રોજ ગામના સરપંચશ્રીને આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, શ્રીમતી વિનલબેન પટેલ, તાલુકા પ્રમુખ શ્રી નિરુભા રાણા,મહામંત્રી શ્રી અલ્પેશભાઈ, તેમજ ગામના સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, વાસમો ના અધિકારીશ્રી, આંકલાવ વિધાનસભાના અગ્રણી કાર્યકર રમેશભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, આ સાથે દાતાશ્રી વિનલબેન પટેલ તથા શ્રીમતી તારાબેન સુરેશભાઈ પટેલનો ગ્રામજનો વતી હદય પૂર્વક આભાર માન્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *