ખંભાત ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલની ગ્રાંટ માંથી ₹ 5 લાખના ખર્ચે મંજુર થયેલ બ્લોક પેવિંગ કામનું ખાત મુહૂર્ત

રિપોર્ટ : બીના પટેલ

ભાદરવી પૂનમના પવિત્ર અવસર તેમજ માઁ વડુચી ના પ્રાગટય દિન નિમિત્તે મંદિર પટાંગણમાં ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલની ગ્રાંટ માંથી ₹ 5 લાખના ખર્ચે મંજુર થયેલ બ્લોક પેવિંગ કામનું ખાતમુહૂર્ત રાણા સમાજના ધર્મગુરુ ક્રાંતિકારી મહંત સ્વામી શ્રી શિવરામદાસ જી ના વરદ હસ્તે તેમજ ખંભાત તાલુકા યુવા મોરચા ટિમ ધ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીના સુપુત્ર માલવભાઈ રાવલ, મંદિરના ટ્રસ્ટીઓ નિતિનભાઈ બ્રહ્મભટ, રમેશભાઈ રાણા, ગિતેશભાઈ શાહ, વિમલભાઈ શાહ, પૂજારી જયપાલ મહારાજ, લુણેજ સરપંચ પ્રતિનિધિ જોરુ ભરવાડ, પૂર્વ સરપંચ મનુભાઈ, જી. યુ.મોરચાના નિલેશ પટેલ અને મહેશ સભાડ, તા.યુ.મો પ્રમુખ શક્તિસિંહ વણાર, ઉપપ્રમુખ વિવેક રબારી, મહેશભાઈ પટેલ (ઓમેગા), રાજેશ ભરવાડ, ભરત ભરવાડ, રામભાઈ, પ્રવીણભાઈ રાઠોડ, રાહુલ ભરવાડ સહિતના યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *