પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણના અંગત માર્ગદર્શન હેઠળ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના કર્મચારીઓ દ્વારા માં અંબાના ભાવિક પદયાત્રીયોના સેવાકાર્ય માટે મેડિકલ સારવાર કેમ્પનું આયોજન

પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણના અંગત માર્ગદર્શન હેઠળ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના કર્મચારીઓ દ્વારા માં અંબાના ભાવિક પદયાત્રીયોના સેવાકાર્ય માટે મેડિકલ સારવાર કેમ્પનું આયોજન
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી એફીલીયેટેડ નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નુતન જનરલ હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા માં અંબેના પાવનધામ એવા અંબાજીના દ્વારે જતા પદયાત્રીઓની સેવા અર્થે મેડિકલ સારવાર માટે ત્રણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ.
યુનિવર્સિટી દ્વારા ઘણા વર્ષોથી માં અંબાના ભાવિક પદયાત્રીયોના સેવાકાર્ય માટે મેડિકલ સારવાર કેમ્પ આયોજિત કરાતો હતો. પરંતુ કોવિડ મહામારીને કારણે સ્થગિત રહેલ, આ કેમ્પનું ૨ વર્ષ પછી ભવ્ય આયોજન થતાં ભારે સંખ્યામાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો.
યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ તથા તમામ ટ્રસ્ટીઓનાં માર્ગદર્શન હેઠળ સંસ્થાના કર્મચારીઓ અને યુવક મંડળના કાર્યકરોની ઉપસ્થિતિમાં માતાજીની આરતી કરી મેડિકલ સારવાર કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોર સેના, બાપા સીતારામ, જય અંબે યુવક મંડળ અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગરના સંયુક્ત આયોજન દ્વારા ત્રણ મેડિકલ સારવાર અને સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલ સારવાર કેમ્પ તા. ૨ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન માઈ ભક્તોની સેવામાં કાર્યરત રહ્યું. ત્રણેય કેમ્પ ખાતેમાં જગદંબાના પવિત્ર યાત્રાધામ અંબાજી જતા શક્તિ ઉપાસકોને ચાલતા થતી તકલીફો જેમ કે પગમાં ફોલ્લા, ચામડી છોલાવી, મસલ પકડાઈ જવા જેવી તકલીફોની હોસ્પિટલના ડૉક્ટર અને અન્ય સ્ટાફ દ્વારા અવિરત સેવા પુરી પાડી ભક્તોમાં શક્તિનો સંચાર કર્યો હતો તેમ હજારો પગપાળા યાત્રીઓને ૨૪ કલાક મેડિકલ સારવારની સેવા પૂરી પાડવામાં આવી હતી. પગપાળા યાત્રીઓને ઈમરજન્સી કે દાખલ થવાની જરૂર હોય તેઓને નુતન જનરલ હોસ્પિટલ ખાતે મફત સારવાર આપવામાં આવી હતી. જેના માટે ૨૪ કલાક એમ્બ્યુલન્સ સેવા હાજર રહેલ.નુતન મેડિકલ કોલેજ સંચાલિત નુતન જનરલ હોસ્પિટલ તથા હોમિયોપેથી અને આયુર્વેદિક હોસ્પિટલ નાં સ્ટાફ તથા તમામ પેરામેડિકલ અને ટેક્નિકલ કોલેજ નાં સ્ટાફ દ્વારા ખડે પગે સેવા સારવાર અપાઈ. આ નિઃસ્વાર્થ સેવા બદલ અંબાજી જતા પદયાત્રીયો એ દરેક સેવા કીય કાર્ય માં અગ્રેસર રહેતી સાંકળચંદ પટેલ યુનિવર્સીટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ સહિત સર્વે સેવાભાવી ઉત્સાહી સ્ટાફ મેમ્બર્સ નો અંતઃ કરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ઉતરોત્તર પ્રગતિ કરે અને આવા માનવ સેવાકીય કાર્ય કરતા રહે એવી શુભકામના પાઠવી હ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM