રાજપીપલામાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના અધ્યક્ષપદે “વિશ્વાસથી વિકાસયાત્રા” નો રાજપીપલા પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજાશે

શૈશવ. રાવ

અંદાજે રૂા.૬.૬૬ કરોડથી વધુની રકમના ખર્ચે ૫૨૯ જેટલા વિવિધ વિકાસ કામોનું થનારું લોકાર્પણ-ખાતમુહૂર્ત

નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના અધ્યક્ષપદે તા.૧૨ મી સપ્ટેમ્બર,૨૦૨૨ ને સોમવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે જિલ્લાના રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે રાજપીપલા પ્રાંત કક્ષાનો “વિશ્વાસથી વિકાસયાત્રા” નો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં અન્ય પદાધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે અંદાજે ૪.૫૬ કરોડથી પણ વધુના ખર્ચે ૩૦૪ જેટલા વિવિધ વિકાસ કોમોના ખાતમુહૂર્ત અને અંદાજે રૂા.૨.૦૯ કરોડથી પણ વધુની રકમના ખર્ચે ૨૨૫ જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરાશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *