

આમોદ તેમજ જંબુસર તાલુકામાં 2 કરોડ 42 લાખ 69 હજાર ના ખાતમુહૂર્તના કામો જાહેર કરાયાં આમોદ જંબુસર માં ૧ કરોડ ૨૭ લાખ ના કામો લોકાપર્ણ કરાયા શહેરના પંડિત ઓમકારનાથ હોલ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા હેઠળનો કાર્યક્રમ વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.ભરૂચના ધરાસભ્યે અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં ભરૂચ પ્રાંતમાં સમાવિષ્ટ શહેર, તાલુકા અને વાગરાના રૂપિયા 3.22 કરોડના 109 વિકાસ કામોનું ભૂમિપૂજન કર્યું હતું. જ્યારે 50 જેટલા કામ, રૂપિયા 50 લાખના કામોનું લોકાર્પણ પણ આ પ્રસંગે કરાયું હતું.
