નવરાત્રિ મહોત્સવમાં વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે.”

અમદાવાદ : રાજયમાં પ્નાચીન નવરાત્રિ મહોત્સવની ઉજવણી તા. ર૬ મી સપ્ટેમ્બરથી ૪ થી ઓકટોબર સુધી બાળાઓ માતાજીની આરાધના સાથે વૈવિધ્યતા સાથે ઉજવણી કરવામાં આવશે. ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ મહોત્સવમાં ચમત્કારોથી ચેતોનો અંધશ્રદ્ધા નિવારણનો જનજાગૃતિ કાર્યક્રમ યોજવા સંબંધી જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા ૩ર વર્ષથી રાજયમાં જનજાગૃતિના કાર્યક્રમોથી જાથા લોકપ્નિય સંસ્થા સાબિત થઈ છે.
જાથાના ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે વર્ષ ૧૯૮૯ થી સપ્ટેમ્બર ર૦ર૧ સુધીમાં ૧૦૦૦૮ જનજાગૃતિના સ્ટેજ કાર્યક્રમો આપ્યા છે. દેશમાં દોરા–ધાગા, ચમત્કારના નામે છેતરપિંડી કરનાર ૧ર૦૮ ધતિંગબાજોનો જનહિતાયે પર્દાફાશ કર્યા છે. ૩પ૦૦ ધૂણતા અને સવારી આવતા ભુવા, ફકીરો, મુંજાવરો, લેભાગુઓને બંધ કરાવ્યા છે. જાથાનો જનજાગૃતિ કાર્યક્રમની શરૂઆતમાં શાળા, કોલેજો, છાત્રાલયો, સામાજિક સંસ્થાઓ, યુવક મંડળો, સામાજિક – રાષ્ટ્રીય પ્નસંગો, સરકારના ગ્રામ સભામાં આયોજન કરવામાં આવતું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના ત્યૌહાર, ઉત્સવો, ધાર્મિક પ્નસંગો, સપ્તાહ, પારાયણ, પ્નાણ પ્નતિષ્ઠા મહોત્સવ, નવરાત્રિ મહોત્સવ વિગેરેમાં મહત્તમ આયોજન થાય છે. રાજયમાં જાથાના કાર્યક્રમની જબરી માંગના કારણે ગુજરાતના ૩૩ જિલ્લા જેવા કે રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત, પાલનપુર, મહેસાણા, પાટણ વિગેરે તથા તેના તાલુકા તથા ગ્રામ્ય મથકોમાં ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ વહેલા તે પહેલા ધોરણે નોંધણી, વિગત, નિયમોની જાણકારી મેળવી, સંમતિપત્રક મેળવી લેવાનું રહેશે. ત્રણ કલાકનો સ્ટેજ કાર્યક્રમ જ્ઞાન–વિજ્ઞાન સાથે અંધશ્રદ્ધા નિવારણ કેન્દ્રમાં રાખીને જ આયોજન પ્નચાર–પ્નસાર થાય છે. લોકોની ધાર્મિક લાગણી ધ્યાનમાં રાખી આયોજન હોય છે. જાથાએ ભગવાન, ઈશ્વર, અલ્લાહ કે ધાર્મિક શાસ્ત્રોનો કદી વિરોધ કર્યો નથી.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાનું વૈજ્ઞાનિક જ્ઞાનલક્ષી તેજાબી વકતવ્ય દેશભરમાં અતિ લોકપ્નિય છે. તેમને સાંભળવા સ્વયંભુ લોકો ઉમટી પડે છે. તેઓ ભૂત, પ્નેત, છાયો, મામો, જીન્નાત, ડાકણ, આસુરી–મેલીવિદ્યાનો ભાંડાફોડ કરી વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારો ઉપર દાખલા– દલીલ સાથે સમજ આપવામાં આવે છે. માનવીને તેના અહંમ, પૂર્વગ્રહો નડે છે. જીવતા માણસો જ નડે છે તેની માહિતી આપે છે. વાસ્તુશાસ્ત્ર, ફેંગસૂઈ, ફળકથનો, નિવારણ વિધિઓ કેટલી નિરાધાર, બોગસ, અવૈજ્ઞાનિક છે તેની વિજ્ઞાન આધારપુરાવા સાથે રજૂ કરવામાં આવે છે.
જાથાની ટીમના સદસ્યો એકના ડબલ, હાથમાંથી કંકુ–ભસ્મ, લોહી નીકળવું, બેડી તૂટવી, નજરબંધી, રૂપિયાનો વરસાદ, ઉકળતા તેલમાંથી હાથેથી પુરી તળવી, કર્ણપિશાચ વિદ્યાથી કાનેથી ચિઠૃી વાંચવી, હઝરતના ગોળામાં જોવું, બોલતું તાવીજ, ઈલમનું ડિંડક, હવામાં શરીરનું સ્થિર રહેવું જેવા નિદર્શન કરી સ્થળ ઉપર જ શીખડાવી દેવામાં આવે છે.
કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ રાજકોટથી સ્પેશ્યલ વાહનનું આવવા–જવાનું ભાડું, રહેવા, ભોજન તથા કેમીકલનો ખર્ચ ભોગવવાનો રહેશે. નવરાત્રિના કાર્યક્રમની નોંધણી વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.
રાજયમાં જાગૃતો, ઈચ્છુકોએ મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM