વિધાનસભાની ચૂંટણીને વડોદરાના કલેકટર અને ચૂંટણી અધિકારી સજ્જ નવરાત્રિમાં વ્યાપક મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે

રિપોર્ટ : ચિરાગ પાંડેય
ચૂંટણીમાં દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારો માટે અસરકારક વ્યવસ્થા ઉભી કરાશેચૂંટણી નોડલ અધિકારીઓને કલેકટરે કામગીરીમાં જોતરાવા જણાવ્યું સોંપવામાં આવેલી કામગીરીને સુપેરે પાર પાડવા જણાવવામાં આવ્યું વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી હોવાથી તમામ રાજકીય પક્ષ તૈયારીઓમાં જોતરાઈ ગયા છે. ત્યારે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા પણ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમના દ્વારા નવરાત્રિમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરબા આયોજકોના સહયોગથી વ્યાપક મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. તેની સાથે આગામી વિધાનસભા ચૂંટણીમાં દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારો સુચારુ રીતે મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અસરકારક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના ધારાસભા હોલમાં નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં અતુલ ગોરે આગામી વિધાનસભાની ચૂંટણીના સરળ અને સફળ સંચાલન માટે વિવિધ ૧૮ જેટલા નોડલ અધિકારીઓની નિમણુંક કરી છે. ગોરે ચૂંટણી પંચની માર્ગદર્શક સુચનાઓ મુજબ નોડલ અધિકારીઓને કરવાની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોરે ચૂંટણી નોડલ અધિકારીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સમયબદ્ધ રીતે સંઘ ભાવનાથી ચૂંટણી કામગીરીમાં જોતરાઈ જવા જણાવ્યું હતું. નોડલ અધિકારીઓને ચૂંટણી કામગીરી માટે સુસજ્જ થઈ સોંપવામાં આવેલી કામગીરીને સુપેરે પાર પાડવા તેમણે જણાવ્યું હતું.રાષ્ટ્રીય આ નવરાત્રીમાં નેતાઓ પોતાનો અને સરકારી તંત્ર મતદાન જાગૃતિ અભિયાનનો પ્રચાર કરશેઆ નવરાત્રીમાં નેતાઓ પોતાનો અને સરકારી તંત્ર મતદાન જાગૃતિ અભિયાનનો પ્રચાર કરશે વિધાનસભાની ચૂંટણીને વડોદરાના કલેકટર અને ચૂંટણી અધિકારી તૈયારીમાં જોતરાયા વિધાનસભાની ચૂંટણીને વડોદરાના કલેકટર અને ચૂંટણી અધિકારી સજ્જ નવરાત્રિમાં વ્યાપક મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે ચૂંટણીમાં દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારો માટે અસરકારક વ્યવસ્થા ઉભી કરાશે
ચૂંટણી નોડલ અધિકારીઓને કલેકટરે કામગીરીમાં જોતરાવા જણાવ્યું સોંપવામાં આવેલી કામગીરીને સુપેરે પાર પાડવા જણાવવામાં આવ્યું વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી હોવાથી તમામ રાજકીય પક્ષ તૈયારીઓમાં જોતરાઈ ગયા છે. ત્યારે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા પણ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમના દ્વારા નવરાત્રિમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરબા આયોજકોના સહયોગથી વ્યાપક મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. તેની સાથે આગામી વિધાનસભા ચૂંટણીમાં દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારો સુચારુ રીતે મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અસરકારક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે

આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના ધારાસભા હોલમાં નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં અતુલ ગોરે આગામી વિધાનસભાની ચૂંટણીના સરળ અને સફળ સંચાલન માટે વિવિધ ૧૮ જેટલા નોડલ અધિકારીઓની નિમણુંક કરી છે. ગોરે ચૂંટણી પંચની માર્ગદર્શક સુચનાઓ મુજબ નોડલ અધિકારીઓને કરવાની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોરે ચૂંટણી નોડલ અધિકારીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સમયબદ્ધ રીતે સંઘ ભાવનાથી ચૂંટણી કામગીરીમાં જોતરાઈ જવા જણાવ્યું હતું. નોડલ અધિકારીઓને ચૂંટણી કામગીરી માટે સુસજ્જ થઈ સોંપવામાં આવેલી કામગીરીને સુપેરે પાર પાડવા તેમણે જણાવ્યું હતું.

આ અંગે કલેકટર અતુલ ગોરે જણાવ્યું કે, લોકશાહીના મહાપર્વ સમાન આગામી વિધાનસભા ચૂંટણીમાં મહત્તમ મતદારો મતદાન કરે તે માટે નવરાત્રિમાં શહેરના મોટા ગરબા આયોજકોના સહયોગથી વ્યાપક મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે એટલુ જ નહિ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શેરી ગરબાના આયોજન સ્થળે પણ મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે.તેમણે ઉમેર્યું કે ૧ લી ઓક્ટોમ્બર ૨૦૨૨ ની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કરનાર તમામ મતદારો હજુ પણ ઓનલાઈન નામ નોંધણી કરાવી શકે છે.જેનો પણ મહત્તમ નાગરિકોને લાભ લઈ મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા તેમણે શહેર જિલ્લાના નાગરિકોને અનુરોધ કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારો સુચારુ રીતે મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અસરકારક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે આગામી વિધાનસભા ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવા સાથે દરેક ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓને જરૂરી તાલીમ,ચૂંટણી પંચની માર્ગદર્શિકા સહિત ચૂંટણીલક્ષી કામગીરીનો જરૂરી અભ્યાસ કરી લેવા જણાવ્યું હતું.

તેમણે ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થળાંતરિત થતા મતદારો મતદાન કરી શકે તે માટે ઔધોગિક ગૃહો સાથે બેઠક યોજીને જરૂરી આયોજન કરવા જણાવ્યું હતું.આ ઉપરાંત પોસ્ટલ બેલેટથી મતદાન કરનાર અધિકારીઓ કર્મચારીઓની વિગતો આગોતરી મેળવી લેવા તેમણે સબંધિત અધિકારીઓને સુચનાઓ આપી હતી. અતુલ ગોરેની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર બી.એસ.પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિત નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM