અંકલેશ્વર માં નવરાત્રી માં માટીના ગરબા બનાવવાની પરંપરા જાળવી રાખતો પ્રજાપતિ પરિવાર


આશીષ પ્રજાપતિ પરિવાર સાથે નવરાત્રી અગાઉ માટી ના ગરબા બનાવે છે
કોરોરના ના બે વર્ષ માં નવરાત્રી બંધ રહેતા માટી ના ગરબા ના વેચાણ માં અસર પડી હતી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ના સુથાર ફળીયા ના પ્રજાપતિ પરિવારે નવરાત્રી માં માટી ની માટલા ના ગરબા બનાવવાની પરંપરા જાળવી રાખી છે ,નવરાત્રી ના આગમન ના દશ દિવસ અગાઉ થી માટલા ના ગરબા તૈયાર કરી તેને આકર્ષક કલર કરી તેનું વેચાણ કરી રહ્યા છે ,.

માતાજી ની આરાધના કરવા માટે આસો મહિનાની નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આગામી ૨૬ સપ્ટેમ્બરથી નવલા નોરતાનો પ્રારંભ થઇ રહ્યો છે .અને તેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી નોરતા પૂર્વે બજારોમાં રંગબેરંગી સુંદર માટીમાંથી બનાવેલ ગરબાનું વેચાણ થઇ રહ્યું છે.નવરાત્રી માં ભક્તો પોતાના ઘરમાં માટીનો ગરબો રાખવાની પરંપરા મુજબ ખરીદી કરે છે પ્રાચીન પરંપરા અનુસાર નોરતા દરયિમાન . ભાવિકો શ્રદ્ધાથી માટીના દેશી ગરબાની ખરીદી કરી નવ દિવસ તેમાં અખંડ દિવો કરી માતાજીની આરાધના કરે છે. આજના આધુનીક યુગમાં સમય બદલાણો છે અને પદ્ધતિ પણ બદલાઇ છે ત્યારે .અંકલેશ્વર ના સુથાર ફળીયા માં રહેતા આશિષ જીતેશ ભાઈ પ્રજાપતિ વડીલોપાર્જિત પરંપરાગત રીતે માટીના માટલા સહીત ના માટી ના વાસણો બનાવી તેનું વેચાણ કરે છે , નવરાત્રી ના આગમન ના દશ દિવસ અગાઉ થી આશિષ પ્રજાપતિ તેમના પરિવાર સાથે માટી ના માટલા માંથી ગરબા બનાવવાની તૈયારીઓ માં લાગી જાય છે અને સૌ પ્રથમ નાની માટલી થી લઇ મોટા માટલા માં નાના હોલ પાડવામાં આવે છે હોલ પાડયા બાદ તેની ઉપર અવનવા કલર, ડિઝાઇન, સુશોભીત કરી ને ગરબા બનાવી તેને વેચાણ અર્થે મુકે છે. કોરોના કાળ માં બે વર્ષ નવરાત્રી બંધ રહી હતી જેના કારણે તેઓ ના આ વ્યવસાય ઉપર ભારે અસર થઇ હતી જો કે તમામ ઉત્સવો પરથી પ્રતિબંધો ઉઠાવી લેતા આગામી નવરાત્રી ની જોરશોર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આશિષ પ્રજાપતિ એ માટી ના ગરબા બનાવી વેચાણ અર્થે બજાર માં મુકાયા છે અને વેચાણ સારું થાય તેવી આશા સેવી છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM