અંકલેશ્વર નગર પાલિકા નો આઠમા તબક્કા નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

નગરજનો ને સ્થળ ઉપર 13 વિભાગ ની 56 સેવા નો લાભ અપાયો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા આઠમા તબક્કા ના સેવા સેતુ કાર્યક્રમ નું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા સેતુ માં વહીવટી તંત્ર ના 13 વિભાગો ની 56 જેટલી સેવાઓ ને આવરી લેવામાં આવી હતી સાથે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વેક્સીન સહીત ની આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવી હતી

રાજ્ય માં વહીવટ માં પારદર્શિતા વધે તેમજ પ્રજા ની વ્યક્તિલક્ષી રજૂઆતો ના ઉકેલ ની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડા નો કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજના ઓ થી વંચિત ના રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે ,ત્યારે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શહેર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે આઠમા તબક્કા ના સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા સેતુ માં અંકલેશ્વર ,નગર પાલિકા ના પ્રમુખ વિનય વસાવા ,પાલિકા ના ચીફ ઓફિસર કેશવ કોલડીયા અને પાલિકા ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સેવા સેતુ માં નગરજનો એ વહીવટી તંત્ર ના વિવિધ 13 વિભાગો ની 56 જેટલી સેવાઓ નો સ્થળ ઉપર લાભ લીધો હતો આ કાર્યક્રમ માં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સીન સહીત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી આ સેવા સેતુ કાર્યક્રમ માં 13 વિભાગો ના અધિકારીઓ ,કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM