અંકલેશ્વર શહેરમા માલીખડકી ખાતે છેલ્લા 65 વર્ષ થી ચાલતા ગરબા મહોત્સવ.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર શહેરમાં આવેલા માલી ખડકી વિસ્તારમાં છેલ્લા 65 વર્ષથી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 45 વર્ષથી પંચધાતુની મૂર્તિનું સ્થાપન કરી અને માતાજીના ગરબા કરવામાં આવે છે આ પંચધાતુની મૂર્તિ શ્રી બચુભાઈ ચોકસી દ્વારા ભેટ આપવામાં આવી હતી.આ માતાજીની પ્રતિમા ફક્ત નવરાત્રી ઉત્સવ દરમિયાનજ બહાર સ્થાપન કરી ગરબા રમવા આવે છે. આખા વર્ષ દરમિયાન ફક્ત એકવાર પંચામૃત સ્નાન કરાવવામાં આવે છે. આજે 45 વર્ષથી પંચધાતુની માતાજીની મૂર્તિ હજુ પણ જે સ્થિતિમાં હતી એવીજ છે. માલી ખડકી યુવક મંડળ ના યુવાઓ દ્વારા દરેક તહેવારોની ઊજવણી ખુબજ ધામધુમથી કરવામાં આવે છે.ગણેશ ઉત્સવ, નવરાત્રી ઉત્સવ, દિવાળી ઉત્સવ,જન્માષ્ટમી ઉત્સવ,મહાશિવરાત્રી ઉત્સવ, હોળી-ધુળેટી ઉત્સવ, તેમજ યુવાઓ દ્વારા રમત શ્રેત્રે કબ્બડ્ડી તેમજ ક્રિકેટ નું પણ આયોજન કરવામાં આવે છે. માલી ખડકી યુવક મંડળ ના શ્રી કલ્પેશભાઈ પટેલ (મામુ)શ્રી ચેતનભાઈ પટેલ (ડીમ્પુ) દ્વારા આયોજન કરવામાં આવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *