પાટીદાર શિક્ષક સમાજ મોરબી દ્વારા સન્માન સમારોહ યોજાયો

રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈના અધ્યક્ષસ્થાને પાટીદાર શિક્ષક સમાજ મોરબી દ્વારા સ્નેહમિલન, રાસોત્સવ, મોટિવેશન અને તેજસ્વિતા સન્માનને સાંકળતા ચતુર્વિધ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર, કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, ભાવિ ભારતના ઘડતરમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે તેવા શિક્ષકશ્રીઓના ચરણોમાં હું વંદન કરું છું. તેજસ્વી તારલાઓના સન્માનને વધાવતા તેમણે જણાવ્યું હતું કે, આ સન્માનથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે છે અને અન્યને પણ પ્રેરણા મળે છે.

આ ચતુર્વિધ સમારોહ કાર્યક્રમમાં મંત્રીશ્રી સાથે ટંકારા ધારાસભ્યશ્રી લલીતભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી અજયભાઈ લોરીયા, મોરબી નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેનશ્રી સુરેશભાઈ દેસાઈ, મોરબી તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી રાકેશભાઈ કાવર, અગ્રણીશ્રી જયંતીભાઈ પટેલ, જિગ્નેશભાઇ કૈલા, સુશિલાબેન મેરજા તથા વસંતભાઈ ગોરીયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નિલેશભાઈ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભરતભાઈ વીડજા, શિક્ષણવિદશ્રી પી.ડી. કાંજિયા, કેળવણી નિરીક્ષકશ્રી અશોકભાઈ વડાલીયા, મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષશ્રી દિનેશભાઈ વડસોલા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ દેથરીયા, મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખશ્રી વિનોદભાઈ ગોધાણી તેમજ બહોળી સંખ્યામાં શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM