













વિસનગર એ.પી.એમ.સી ખાતે ‘ગુજરાત ગૌરવ યાત્રા’ અંતર્ગત કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા અને કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી સંજીવ બાલીયાનજી વિસનગર ના લોકપ્રિય ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકાર ના આરોગ્ય મંત્રીશ્રી માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ ની અધ્યક્ષતામા જાહેરસભા યોજાઈ જેમા વિશાળ માત્રામા જનમેદની ઉપસ્થિત રહી અને જાહેરસભા ને સફળ બનાવી
જેમા માનનીય ઋષિકેશ ભાઈ પટેલ સાહેબ એ ગુજરાત સરકાર નો એક અગત્ય ના નિર્ણયની વાત કરી કે કાલ તારીખ 16 ઓક્ટોબર થી સમગ્ર ગુજરાત ને સિંચાઈ માટે ના પાણી ને ગુજરાત ની કેનાલ મા છોડવા મા આવશે અને ખેડૂતો ને પાણી ની સમસ્યાઓ ના થાય એ મુદ્દાની વાત કરી જેનો નિર્ણય સમગ્ર ખેડૂતોએ આવકાર્યો અને ભાજપ સરકાર ને સંવેદનશીલ સરકાર છે કે જે તમામ નાગરિકો ના હીત ને માનનારી સરકાર ગણી.
આ પ્રસંગે પ્રદેશ ગૌરવ યાત્રા ના ઈન્ચાર્જ કે.સી પટેલ અને એમ. એસ.પટેલ,પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ કૌશલ્યા કુંવરબા,કિસાન મોર્ચો ના મહામંત્રીશ્રી સરદાર ભાઈ ચૌધરી, બક્ષીપંચ મોર્ચા ના મહામંત્રી શ્રી મયંકભાઈ નાયક,સહ પ્રવક્તા ઋત્વિજ ભાઈ પટેલ,ડેરીના ચેરમેન અશોક ભાઈ ચૌધરી સાંસદ સદસ્ય શ્રીમતી શારદાબેન પટેલ, જિલ્લા પ્રમુખશ્રી જશુભાઈ પટેલ,જિલ્લા મહામંત્રી શ્રી જે.એફ.ચૌધરી, શૈલેષભાઈ પટેલ,ભગાજી ઠાકોર, જિલ્લા ચુંટણી પ્રભારી ઈન્ચાર્જ ખીમારામ ચૌધરી,અને વિસનગર વિધાન સભા ના પ્રભારીશ્રી રમેશભાઈ દેસાઈજી,વિસનગર તાલુકા ભાજપા ના પ્રમુખ સતિષભાઈ પટેલ અને વિસનગર શહેર પ્રમુખ મનીષભાઈ પટેલ સહિત તમામ હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને તાલુકા અને શહેર ના તમામ કોર્પોરેટઓ, તમામ ડેલીગેટો, તમામ કાર્યકર્તા મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
આજ ની વિસનગર મા પધારેલ જાહેરસભા ની જનમેદની ને જોતા એવુ લાગ્યુ કે વિસનગર મા તો માત્ર ને માત્ર કમળજ ખીલશે એવુ માનનીય મનસુખભાઈ માંડવીયાજી એ નિવેદન આપ્યુ.તો હવે વિસનગર વિધાનસભાની જનતા એમના ભરોસાને કાયમ માટે બનાવી રાખીએ.

