”રાજકોટના લોધિકામાં વિજ્ઞાન જાથાએ જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કર્યું”

ભારતમાં લોકચળવળથી અંધશ્રદ્ધાને દેશવટો આપીએ… જયંત પંડયા

  • – જિલ્લા મથકો–ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસ જાગૃતિ પત્રિકાનું વિતરણ થશે.
  • – વિજ્ઞાન અભિગમ–દ્રષ્ટિકોણથી દેશની પ્નગતિ… જાથા.
  • – ગામેગામે સ્મશાનની મુલાકાત લેવા જાથાનો અનુરોધ.
  • – લોધિકામાં કાળીચૌદશની ઉજવણીનો દિવાળી જેવો માહોલ. ગામમાં ઉત્સાહ.

દેશભરમાં તા. ર૩ મી એ કાળીચૌદશની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અમલમાં મુકયા છે તેના ભાગરૂપે રાજયકક્ષાનો કાર્યક્રમ રાજકોટ જિલ્લાના લોધિકા ગામના સ્મશાનમાં યોજાવાનો છે. ગામમાં કાળીચૌદશ સામેની જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામમાં અનેરો થનગનાટ સાથે ઉત્સાહ, દિવાળી જેવો માહોલ બનતો જાય છે. બે દિવસ જિલ્લા મથકો–ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ પત્રિકાનું વિતરણ થશે.
જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ પત્રિકા વિતરણ કરતાં જણાવ્યું કે દેશમાં લોકચળવળથી અંધશ્રદ્ધાને દેશવટો આપવો છે. અંધશ્રદ્ધાએ માનવીને પાયમાલી–બરબાદી આપી છે. વિજ્ઞાનથી માનવી સુખી–સમૃધ્ધ થયો છે. દેશની પ્નગતિનો આધાર વિજ્ઞાન અભિગમ–દ્રષ્ટિકોણ, વૈજ્ઞાનિક મિજાજથી શકય બનવાનો છે. લોકોએ મંત્ર નહિ યંત્રથી કામ કરવું પડશે. ભારતની પ્નગતિ ધીમીના કારણમાં અંધવિશ્વાસનો પ્નભાવ છે. લોકો પુરૂષાર્થ, શિક્ષણ, નાત–જાતના ભેદભાવને તિલાંજલિ, વાસ્તવિક, વસ્તી નિયંત્રણને અપનાવશે તો જ કુટુંબ, સમાજ, દેશની પ્નગતિ થશે. આપણો દેશ યુરોપ ખંડ કરતાં આગળ નીકળે તેવી ક્ષમતા છે પરંતુ અંધશ્રદ્ધા સહિત અનેક પરિબળોમાં અટવાયેલો છે. આપણે સૌ સાથે મળીને કામ કરવાની જરૂર છે.
વધુમાં પંડયાએ ગામના લોકોને જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કર્યું હતું. તેમાં શાંતિવન ટ્રસ્ટના હોદ્દેદારો, પ્નમુખ દામજીભાઈ પાંભર, કિશોરભાઈ વસોયા, સરપંચ સુધાબેન વસોયા, ઉપસરપંચ દિલીપભાઈ મારકણા, ઉપપ્નમુખ ચંદુભાઈ ઘેટીયા, અશ્વિનભાઈ મિસ્ત્રી, હરેશભાઈ સખીયા, ભરતભાઈ રાવલ, મુકેશભાઈ વસોયા, ધવલ વેકરીયા, મેહુલ સાકરીયા, રાજુભાઈ વસોયા, જીતુભાઈ સાકરીયા, પારસ શીંગાળા, અરવિંદ હરસોડા, કમલેશ કામાણી, ચીનોભાઈ વેકરીયા, દિલીપ મારકણા, અશ્વિન ઝાલાવડીયા, સહિત ગ્રામજનોમાં વિતરણ કર્યું હતું.
લોધિકા તાલુકા ભાજપના પ્નમુખ મુકેશભાઈ કમાણી, આગેવાન કિશોરભાઈ વસોયા, સરપંચ સુધાબેન હાજર રહી સ્મશાનની મુલાકાત કરી આખરી તૈયારી આરંભી દીધી છે. તા. ર૩ મી એ રાત્રે ૯ કલાકે ભૂત–પ્નેતનું સરઘસ, મશાલ, બેન્ડ–વાજા સહિત વિજ્ઞાન રેલીની યોજવા સંબંધી તૈયારી, સ્મશાનના ખાટલે નનામી ઉપર ચા બનાવી ચુશ્કી લગાવશે. મેલીવિદ્યાને પાટુ મારી દેશ નિકાલ કરવામાં આવશે. કકડાટના વડા–ભજીયા આરોગવા બાળકો–મહિલાઓ હાજર રહેશે. સ્મશાનને નવો રૂપરંગ, લાઈટોથી ઝગમગાટ કરવામાં આવ્યો છે. અસાધારણ લોકો હાજરી આપે તેવો અંદાજ છે. પોલીસ તંત્ર ખડેપગે રહેવાનું છે. માહિતી માટે મો. ૯૮રપર ૧૬૬૮૯ સંપર્ક કરવો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM