માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદહસ્તે અટાલી વિભાગ પ્રગતિ મંડળ સંચાલિત ગાંધી વિદ્યામંદિર, અટાલી માધ્યમિક શાળાનું ઈ-ખાતમુર્હૂત કરવામાં આવ્યું.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

દાદા નગર કન્વેન્શન સેન્ટર ,અડાલજ ,ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્યના તમામ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળા તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં થનાર નવીન બાંધકામો પૈકી ગાંધી વિદ્યામંદિર ,અટાલી નું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી રાજકુમાર એ ટેલર, મંડળ ના ટ્રસ્ટી શ્રી હિંમતસિંહ યાદવ તેમજ પદ્માબેન દ્વારા શાળાના ખાત મુર્હૂત પ્રસંગે પૂજા પાઠ કરવામાં આવ્યા.ખાતમુહૂર્ત પ્રસંગે શાળાના તમામ ટ્રસ્ટીઓ રવિન્દ્રસિંહ રાજ ,મનોહરસિંહ રાજ, નટવરભાઈ ગોહિલ વિગેરે , ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખશ્રી પ્રવિણસિંહ ડી રણા, ક્રેડિટ સોસાયટીના પૂર્વ વાઇસ ચેરમેન શ્રી રમણભાઈ પટેલ, અટાલી ,જાગેશ્વર અને ત્રાકલ હાઈસ્કૂલના તમામ શાળા પરિવાર , અટાલી ગામ ના સરપંચ શ્રી દિગ્વિજય સિંહ રણા અને અખોડ,વેંગની, કોલિયાદ , ગલેન્ડા ગામના સરપંચ ,ઉપસરપંચશ્રીઓ, ગ્રામજનો ,સામાજિક આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *