પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને યુનોના મહાસચિવ શ્રીયુત એન્ટોનીયો ગુટેરેસે સરદાર સાહેબને અર્પી પુષ્પાંજલી

ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રમાણે પ્રકૃતિ સાથે માનવના સંવાદના અભિગમને બિરદાવુ છું – મહાસચિવ, યુનાઇટેડ નેશન્સ

યુનાઇટેડ નેશન્સના મહાસચિવ શ્રીયુત એન્ટોનીયો ગુટેરેસે આજે એકતાનગર ખાતે નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા, તેઓશ્રીનું સ્વાગત સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના ચેરમેન શ્રી જે.પી.ગુપ્તા અને મુખ્ય કારોબારી અધિકારીશ્રી રવિશંકરે કર્યું હતું. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રીયુત એન્ટોનિયો ગુટેરેસે સરદાર સાહેબની ચરણ વંદના કરીને પુષ્પાંજલી અર્પી હતી તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોહા કેમ્પેઈન અને વ્યુઇંગ ગેલેરીની પણ શ્રીયુત ગુટેરેસે મુલાકાત કરી હતી. મુલાકાત પોથીમાં શ્રીયુત ગુટેરેસે પોતાના પ્રતિભાવ નોંધતા જણાવ્યું હતું કે, હું કુદરત સાથે બાથ ભીડવાને બદલે તેને સાનુકૂળ બનવા માટે ભારતીય નેતૃત્વને સલામ કરું છું. ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રમાણે પ્રકૃતિ સાથે માનવના સંવાદના અભિગમને બિરદાવું છું. પ્રધાનમંત્રી શ્રીમાન મોદીજીની પહેલ આ વિષયમાં વધુ એક પાયાનું યોગદાન છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘનું તેને સંપૂર્ણ પીઠબળ રહેશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *