






હાંસોટ ના પાંજરોલી અને સુરત ના ઉમરાછી ગામ વચ્ચે કિમ નદી ઉપર 7.32 કરોડ ના ખર્ચે નિર્માણ પામનાર બ્રિજ નું ખાતમુહૂર્ત કરાયું
ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે બે જિલ્લા વચ્ચે ના સેતુ સમાન બ્રિજ નું ખાતમહૂર્ત કરાયું
ભરૂચ અને સુરત જિલ્લા ને જોડાતો અગત્ય બ્રિજ બની રહેશે .

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
હાંસોટ તાલુકાના પાંજરોલી ગામ અને સુરત જિલ્લા ના ઉમરાછી ગામ વચ્ચે કિમ નદી ઉપર 7 કરોડ 32 લાખ ના ખર્ચે નિર્માણ પામનાર બ્રિજ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું નિર્માણ પામનાર બ્રિજ ભરૂચ અને સુરત જિલ્લા ને જોડતો અગત્ય નો બ્રિજ બની રહેશે
હાંસોટ તાલુકાના પાંજરોલી ગામના ખેડૂતો ની જમીન કિમ નદી ના સામે ના કિનારે આવેલી છે ,ખેડૂતો ની ખેતપેદાશો ની હેરફેર અને ગામના વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટે સુરત જિલ્લા ઓલપાડ તાલુકા ના વડોલી ગામ થઇ પહોંચવું પડે છે .જેના કારણે ખેડૂતો અને વિદ્યાર્થીઓ ને 20 કીમી ફરી ને જવું પડે છે ત્યારે સરકાર દ્વારા પાંજરોલી અને સુરત જિલ્લા ના ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામ વચ્ચે કિમ નદી ઉપર બ્રિજ ના નિર્માણ માટે રૂપિયા 7 કરોડ 32 લાખ ની ફાળવણી કરતા પાંજરોલી ગામ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને બ્રિજ ના નિર્માણ થી ભરૂચ અને સુરત જિલ્લા ને જોડતો સેતુ સમાન બ્રિજ બની રહેશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિ ના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ,હાંસોટ તાલુકા પંચાયત ના પ્રમુખ ગેમલસિંહ પટેલ ,ઉપપ્રમુખ સંગીતાબેન સોલંકી, તાલુકા પંચાયત કારોબારી અને ન્યાય સમિતિ અધ્યક્ષશ્રીઓ,સરપંચ વનીતાબેન વસાવા,અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ,મહામંત્રી શ્રીઓ જીલ્લા બંક્ષીપંચ મોરચાના પ્રમુખ હર્ષદભાઈ પટેલ, ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ સહીત તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતના સભ્યોશ્રીઓ, ગામના આગેવાનો,વડીલો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
