


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રામબાગ સોસાયટીમાં આવેલા લીમ્બચમાતાજીના મંદિરે આજે પૂર્ણિમા નિમિત્તે ભવ્ય પૂજન હવન આરતી મહાપ્રસાના આયોજનો અડાઠમ જથ નાયી કેળવણી મંડળ દ્વારા પ્રમુખ ભીખાલાલ ઉપપ્રમુખ જયેશભાઈ મંત્રી કમલેશભાઈ સહમંત્રી કમલેશભાઈ ફતેપુર ઈશ્વરભાઈ નાયી નવા સહિતના અડાઠમ જથ ના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતુ.આજે પૂનમે મહાપ્રસાદ ના દાતા જાણીતા દાનદાતા અને વેપારી શ્રી ધવલકુમાર અરવિંદભાઈ નાયી કાબોદરી વાળા હતા. માતાજી ને થાળ ધરાવ્યાબાદ સમાજના લીમ્બચમાતાજીના ભક્તોએ મહાપ્રસાદ નો લાભ લીધો હતો.આજે માતાજી ની એકવીસ ગજની ધ્વજા નિકોડાના હેમંતભાઈ ઈશ્વરભાઈ નાયી દ્ગારા માતાજી ના શિખરીબધ્ધ મંદિરે ચઢાવવામાં આવી હતી.અસંખ્ય ભક્તો સમાજના લોકોએ માતાજી ના દર્શન આને મહાપ્રસાદનો લાભ લીધો હતો.આગીયોલના કચરાલાલ નાયી સહિતના સમાજ આગેવાનએ માતાજી ના પ્રસંગને છીપાવવા સખત પરિશ્રમ કર્યો હતો…
