
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ, જિ. ડાંગ આયોજીત, રાજ્ય કક્ષાના ફાઈન આર્ટસ અને એ.ટી.ડી. કોલેજના નવરચિત અભ્યાસક્રમ અંગેની ચાર દિવસીય તાલીમ તા. 27/12/2022 થી તા. 30/012/2022 દરમ્યાન, સ્કૂલ લીડરશીપ એકેડેમી-સાપુતારા ખાતે યોજાઈ હતી.

આજના અતિ ઝડપી અને ટેકનોલોજી આધારીત યુગમા ચિત્રકલા અને ચિત્રકારોનુ સર્જન, અને તેમનુ અસ્તિત્વ ટકાવી રાખવુ કપરુ બન્યુ છે. ભાવિ ચિત્રકારો સાંપ્રત પ્રવાહમા ટકી રહે, અને પોતાનુ કલાકાર તરીકેનુ ભવિષ્ય ઉજળુ બનાવી શકે તે હેતુથી, અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મા ભારતીય ભાષાઓ, કલા અને સંસ્કૃતિનુ જતન થાય તે આ તાલીમનો મૂળ હેતુ હતો.

સદર તાલીમના ઉદઘાટન પ્રસંગે વઘઈ ડાયેટના પ્રાચાર્યશ્રી ડો. બી.એમ.રાઉતે ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. ચંદ્રેશ પી. પાલ્લીઆ, રીસર્ચ ફેલો ઓફીસર જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સમગ્ર તાલીમ યોજવામા આવી હતી.

આ તાલીમમા રાજ્યમાથી આવેલ ફાઈન આર્ટ્સ અને એ.ટી.ડી. કોલેજના 25 જેટલા પ્રાધ્યાપકશ્રીઓ સાંપ્રત રાષ્ટ્રીય અભ્યાસક્રમ નીતિ ( NEP 2020 ), ART INTEGRATED LEARNING (AIL) તથા એપ્લાઈડ, પેઇટીંગ, શિલ્પ અને એ.ટી.ડી. ના નવરચિત અભ્યાસક્રમથી વાકેફ થાય, અને રાજ્યમા આવેલ 09 જેટલી ફાઈન આર્ટસ અને એ.ટી.ડી. કોલેજોમા નવા અભ્યાસક્રમનુ શિક્ષણકાર્ય સમાન રીતે થાય તેવા પ્રયત્નો કરવામા આવ્યા હતા.
તાલીમ કાર્યક્રમમા તજજ્ઞ તરીકે સર્વશ્રી ધર્મેશ.જે.ચાવડા, અધ્યાપક, (અમદાવાદ શહેર ડાયટ), શ્રી યોગેશ એચ.ચૌધરી, અધ્યાપક (વઘઈ ડાયટ), શ્રી બીપીન પટેલ, અધ્યાપક (વલસાડ ડાયટ), અને શ્રી લાલજીભાઈ કણઝરીયા, નિવૃત્ત અધ્યાપક (રાજકોટ ડાયટ) એ ખુબજ આયોજન પૂર્વક તાલીમ આપી હતી.
