સુરત મહાનગરપાલિકા ધ્વારા “સેગ્રીગેશન એટ સોસાયટી” અંગેની કામગીરીનું સોસાયટી લેવલે અવલોકન તેમજ જનજાગૃતિ બાબત”

        સ્વચ્છ ભારતમિશન અંતર્ગત ઘરેઘરે ઉત્પન્ન થતા કચરાનો સ્ત્રોત ઉપર જ ભીનો તેમજ સુકો કચરો અલગ અલગ થઇ રહે તે માટે શહેરીજનોમાં જાગરૂકતા કેળવાઈ રહે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહેલ છે.

સ્વચ્છ ભારતમિશન-ર૦ર૩ અંતર્ગત સુરતમહાનગરપાલિકાના ન્યુ ઇસ્ટઝોન(સરથાણા)ના સીમાડા સેનીટેશનવોર્ડ  વિસ્તારમાં આજરોજ માન. મ્યુ. કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ દ્વારા સુવિધા રો-હાઉસ કો.ઓ.હા.સોસાયટીમાં સેગ્રીગેશનની કામગીરીની સમીક્ષા તથા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની ગાડી દ્વારા સોસાયટીમાંથી સુકો ભીનો કચરો અલગ અલગ લેવામાં આવે છે કે નહી ? તે બાબતનું તેઓએ પ્રત્યક્ષ  નિરીક્ષણ કર્યું હતું.              

માન. કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે સુકો અને ભીનો કચરો અલગ અલગ આપવા બદલ સદર સોસાયટીના પ્રમુખ શ્રી તેમજ સોસાયટીના સભ્યોની કામગીરીને બિરદાવી તેઓને માન. કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે સેગ્રીગેશન અંગેની આ કામગીરી બાબતની અપીલ સુરત શહેરની બીજી તમામ સોસાયટીઓને કરવા જણાવામાં આવેલ. વધુમાં ડે.કમિશ્નરશ્રી(હે એન્ડહો) તથા ડે.કમિશ્નરશ્રી(ડી) ને
ન્યુ ઇસ્ટઝોન(સરથાણા)ની તમામ સોસાયટીઓમાં નજીકના સમયમાં ૧૦૦% સેગ્રીગેશન થાય તે માટે સ્વૈચ્છીક સંસ્થાઓના કાર્યકર વધારવા માટેની સુચના આપવામાં આવેલ હતી.

સદર મુલાકાત દરમિયાન માન. ડે કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ ર્ડા. આશિષ નાયક,
માન. ડે. કમિશનર (ડે.) શ્રી જે. એન. વાઘેલા, માન. આરોગ્ય અધિકારી ર્ડા. પ્રદિપ ઉમરીગર તથા અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM