




મનુભાઈ નાયી .હિમતનગર
ભારત સરકારના નેશનલ ટ્રસ્ટ એક્ટ- ૧૯૯૯ હેઠળ અમલીકૃત નિરામયા યોજના હેઠળ નિરામયા હેલ્થ કાર્ડ વિતરણ કાર્યક્રમ સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા મોતીપુરા તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી હિંમતનગર જિ-સાબરકાંઠાના સયુક્ત ઉપક્રમે તા ૨૩/૦૨/૨૦૨૩ ના રોજ માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા મોતીપુરા ખાતે આયોજીત કરવામાં આવેલ હતો જેમાં નેશનલ ટ્રસ્ટ હેઠળની મંદબુદ્ધી (બૌદ્ધિક સમર્થતા),ઓટીઝમ,સેરેબ્રલ પાલ્સી, મલ્ટીપલ ડિસેબીલીટી જેવી ચાર પ્રકારની દિવ્યાંગતા ધરાવતા હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના લાભાર્થીઓના વાલીઓએ હાજર રહ્યા હતા નેશનલ ટ્રસ્ટ એક્ટ ૧૯૯૯ તથા નિરામયા યોજનાના લાભો અને ક્લેમ કરવાની સમગ્ર પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી નેશનલ ટ્રસ્ટ હેઠળની ગુજરાત સ્ટેટ નોડલ એજન્સી, અંધજન મંડળ વસ્ત્રાપુર, અમદાવાદ ખાતેથી ઉપસ્થિત રહેલ વનરાજસિંહ ચાવડા દ્વારા વિગતવાર માહિતી પુરી પાડેલ હતી તથા Raksha Health Insurance TPA (P) Ltd નવરંગપુરા અમદાવાદ ખાતેથી ઉપસ્થિત એક્ઝીક્યુટીવ શ્રી પાર્થ પંડ્યા નાઓએ નિરામયા યોજના હેઠળ ક્લેમ કરવાની સમગ્ર પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી પુરી પાડેલ હતી
ઉપરોક્ત ચારેય દિવ્યાંગતા ધરાવતા વાલીઓને લીગલ ગાર્ડિયનશીપ (કાનુની વાલીપણાનું સર્ટિફિકેટ) મેળવવાની સમગ્ર પ્રક્રિયા અંગે સમજણ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આપેલ હતી જે કાર્યક્રમમાં માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા મોતીપુરાના પ્રમુખશ્રી નાનુભાઇ પટેલ, ઉપપ્રમુખશ્રી જસવંતલાલ શાહ મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ડૉ.વી.એ.ગોપલાણી, ટ્રસ્ટીશ્રી ડૉ નટુભાઇ પટેલ,વહિવટી સંચાલકશ્રી જીતુભાઇ પટેલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ.એચ.પટેલ, શ્રી ભરતભાઇ બ્રહ્મભટ્ટ કેમ્પસ ડાયરેક્ટરશ્રી બહેરા મુંગા બાળકોની શાળા તલોદ, જયંતિભાઇ પટેલ પ્રમુખશ્રી મમતા દિવ્યાંગ શીશુ વિદ્યાવિહાર સંસ્થા તથા સમાજ સુરક્ષા કચેરી, બાળસુરક્ષા કચેરી અને માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થાના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં પ્રાંતિજ અને હિંમતનગર શહેરના આવી દિવ્યાંગતા ધરાવતા બાળકોના વાલીઓ ઉપસ્થિત રહેલ હતા કાર્યક્રમની આભાર વિધી માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થાના વહીવટી સંચાલક શ્રી જીતુભાઇ પટેલ દ્વારા કરવામાં આવી હતી સમ્રગ કર્યક્રમનું સફળ સંચાલન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, સાબરકાંઠાના પ્રોબેશન ઓફિસર શ્રી વી.બી.ચૌધરી દ્વારા કરવામાં આવ્યુ હતું
