અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીનાં પ્રચાર કાર્યનાં અંતિમ ચરણમાં ગાંધીધામ મતવિસ્તારનાં ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી એ પક્ષનાં પદાધિકારીઓ, કાર્યકરો સાથે રહીને ગામમાં ડોર ટુ ડોર લોકસંપર્ક, મહોલ્લા બેઠકો તથા ફળિયામાં ગ્રામવાસીઓ સાથે બેસીને મતદાનનાં દિવસે ભારતીય જનતા પક્ષનાં ઉમેદવારશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાને તેમનો અમુલ્ય વોટ આપીને જંગી બહુમતીથી વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રચાર દરમ્યાન તા.૩૦.૧૦.૨૦૨૦ નાં રોજ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ વર્માનગર-પાનધ્રોની મુલાકાત લઈ પ્રચાર કાર્ય કર્યું હતું. વર્માનગર-પાનધ્રોનાં વિવિધ વિસ્તારોમાં ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી સાથે ભુજના ધારાસભ્ય શ્રીમતિ નીમાબેન આચાર્ય, ભચાઉ નગરપાલિકા નાં પ્રમુખ શ્રીમતિ કલાવતીબેન જોષી, ભચાઉ શહેર પ્રમુખશ્રી ઉમિયાશંકર જોષી, શ્રી ઠક્કરભાઈ, અંજાર નગરપાલિકા પ્રમુખશ્રી વસંત કોડરાણી, ગાંધીધામ નગરપાલિકા નાં નગરસેવિકાઓ શ્રીમતિ ચંદ્રિકાબેન દાફડા, શ્રીમતિ દિવ્યાબેન નાથાણી, સ્થાનિક હોદેદારો વગેરે ચુંટણી પ્રચારમાં જોડાયા હતા. અગાઉ કચ્છનાં પ્રભારી મંત્રીશ્રી દિલીપભાઇ ઠાકોર, પણ પ્રચાર કાર્યમાં જોડાઈને સલાહ, માર્ગદર્શન આપ્યું હતું તથા ગ્રામજનો સાથે મહોલ્લા બેઠકમાં હાજરી આપી આ વિસ્તારનાં સર્વાંગી વિકાસના કાર્યમાં ભાગીદાર બનવા હાકલ કરી હતી. વર્માનગરમાંચુંટણી પ્રચાર કાર્યમાં ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, પૂર્વ સાંસદશ્રી પુષ્પદાનગઢવી, પણ જોડાયા હતા. આ પ્રચાર કાર્ય દરમ્યાન સ્થાનિક રહેવાસીઓ એ ધારાસભ્યશ્રી તથા અન્ય પ્રચારકાર્યમાં જોડાએલા આગેવાનો, હોદદારો, આગેવાનોનું સન્માન કર્યું હતું. આજે તા.૩૧.૧૦.૨૦૨૦ નાં રોજ પ્રચારકાર્યની શરૂઆત ભારતના લોખંડી પુરુષશ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ની જન્મદિવસની ઉજવણીનાં ભાગરૂપે નખત્રાણા તાલુકાનાં દયાપર ગામથી સરદારની પ્રતિમાને હારરોપણ કરીને શરૂઆત કરી હતી. આ પ્રસંગે ધારાસભ્યશ્રી સાથે ભાજપ અગ્રણીશ્રી અરજણભાઇ રબારી, ભચાઉ નગરપાલિકાનાં પ્રમુખશ્રી કલાવતીબેન જોષી, નગરસેવિકાઓ શ્રીમતિ ચંદ્રિકાબેન દાફડા, શ્રીમતિ દિવ્યાબેન નાથાણી,તથા પક્ષનાં સ્થાનિક કાર્યકર્તાઓ જોડાયા હતા. ત્યારબાદ નારાયણ સરોવર ખાતે ડોર ટુ ડોર અને મોહલ્લા બેઠકોથી ચુંટણી પ્રચારની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ તબક્કે અગાઉની પ્રચાર ટીમ સાથે ગઢશિસા જીલ્લા પંચાયત બેઠકનાં સભ્ય શ્રી નરેશભાઇ મહેશ્વરી, નારાયણ સરોવર તાલુકા પંચાયત ઇન્ચાર્જ શ્રી બળવંત ઠક્કર, ગાંધીધામ શહેર ઉપપ્રમુખશ્રી કમલ શર્મા, અનુ.જાતિ મોરચા જીલ્લા ઉપપ્રમુખશ્રી અર્જુનભાઈ દાફડા, ગાંધીધામ નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખશ્રી ગીતાબેન ગણાત્રા,નગરસેવિકા શ્રીમતિ વિમલેશ શર્મા, લખપત મોરચા પ્રમુખશ્રી જીવણભાઈ મારવાડા, શ્રી પરબતભાઇ, લખપત અનુ.જાતિ મોરચાના આગેવાન શ્રી ગોપાલભાઈ માતંગ, શ્રી રામજીભાઇ માંગલિયા તથા બહોળી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો, હોદેદારો જોડાયા હતા. સમગ્ર ટીમ નારાયણ સરોવર બરંદા,ખારોઈ, ખારોદ વગેરે ગામોની મુલાકાત લીધી હતી. સમગ્ર ચુંટણી પ્રચારના કાર્ય દરમ્યાન ગામ લોકો તરફથી સંપૂર્ણ સહકાર સાથે ભાજપ તરફી મતદાન કરશે એવી ખાત્રી આપવામાં આવી હતી.
અજય ખત્રી કચ્છ


























